ભરૂચ-નર્મદામાં લોકોને ખબર છે, કયા પોલિટિકલ વ્યક્તિઓ ગુંડાતત્વોને સહારો આપે છે : મનસુખ વસાવા

News18 Gujarati
Updated: September 26, 2020, 2:42 PM IST
ભરૂચ-નર્મદામાં લોકોને ખબર છે, કયા પોલિટિકલ વ્યક્તિઓ ગુંડાતત્વોને સહારો આપે છે : મનસુખ વસાવા
મંનસુખ વસાવાની ફાઇલ તસવીર

'ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુંડાધારો ઘણો જરૂરી છે. કારણ કે, પોલિટિકલ વ્યક્તિઓ આ બંને જિલ્લામાં ગુંડાતત્વોનો રોલ ભજવી રહ્યાં છે.'

  • Share this:
દિપક પટેલ, રાજપીપળા : ગુજરાત ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના સીએમ વિજય રૂપાણીને થોડા દિવસ પહેલ જ એક પત્ર લખીને ફરિયાદ કરી હતી. તેમણે પત્રમાં, 'રાજકીય પક્ષોના ઓથા હેઠળ નિર્દોષ માણસોને ડરાવવા ધમકાવવાનું જે કાર્ય કરી રહ્યાં છે એની સામે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે' તેવી ફરિયાદ કરી હતી. તો આજે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, 'ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુંડાધારો ઘણો જરૂરી છે. કારણ કે, પોલિટિકલ વ્યક્તિઓ આ બંને જિલ્લામાં ગુંડાતત્વોનો રોલ ભજવી રહ્યાં છે.'

રાજપીપલા ટાઉન હોલ ખાતે સરકારના સાત પગલાં કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત સરકારના ગુંડાધારાને સાંસદ વસાવાનું સમર્થન આપ્યું હતુ. ગુંડાતત્વો માફિયા લોકો હોય છે પણ સરકારની માનસિકતા સારી છે કે, ગુંડાધારાનો કાયદો બનાવ્યો પણ નીચેના વહીવટીતંત્રમાં લોકો સાથે વર્ષોથી ગુંડાતત્વોને સબંધ છે. તેવા લોકો માટે પણ અમલ થવો જોઈએ એના માટે અમે ભાર મૂકીએ છે. ગુંડાધારાનો ખરેખર અમલ થાય તો ગુજરાતની જનતા માટે આશીર્વાદ રૂપ છે. ખાસ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુંડાધારોનો અમલ ખૂબ જરૂરી છે. જેનું કારણ છે કે, પોલિટિકલ વ્યક્તિઓ આ બંને જિલ્લામાં ગુંડાતત્વોનો રોલ ભજવી રહ્યા છે તે બધાને ખબર છે મારે કાંઇ સ્પષ્ટતા કરવી નથી. જ્યાં પણ પોલીસ સાથે સાંઠગાંઠ હશે તેમને ખુલ્લા પાડીશું ગુંડાતત્વોની પોલિટિકલ વ્યક્તિઓ સાથેની સાંઠગાંઠ અમે તોડીશું ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને ખબર છે કે, કોણ પોલિટિકલી ગુંડાતત્વોને સહારો આપે છે.

આ પણ વાંચો - અમદાવાદીઓ હવે તો સુધરો, 25 દિવસમાં માત્ર માસ્ક ન પહેરવા બદલ 43 લાખથી વધુનો દંડ ભર્યો

CM રૂપાણીને ફરિયાદ કરી હતી

સાંસદ મનસુખ વસાવાએ સીએમ રૂપાણીને થોડા દિવસ પહેલા પત્ર લખીને ફરિયાદ કરી છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોના ઓથા હેઠળ નિર્દોષ માણસોને ડરાવવા ધમકાવવાનું જે કાર્ય કરી રહ્યાં છે એની સામે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે. જેના લીધે સમાજમાં ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે. ભાજપ સાંસદના પોલિસ વિરુદ્ધના આ આક્ષેપથી હાલમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત સરકાર એક તરફ અલગ કાયદો બનાવી ગુંડા તત્વોની શાન ઠેકાણે લવાઈ હોવાના બણગાં ફૂંકી રહી છે ત્યારે ભાજપ સાંસદના આ આક્ષેપ બાદ સરકારના કાયદા ફક્ત કાગળ પર હોવાનું સાબિત થાય છે.

આ પણ જુઓ - ગુજરાતની ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સીએમ રૂપાણીને ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું છે કે, ભરૂચ-નર્મદા જિલ્લાની મોવી ચોકડી પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર બની રહ્યું છે.

આ પણ વાંચો - રાજસ્થાન શિક્ષક ભરતી આંદોલન : અરવલ્લી હાઇવે સૂમસામ, હોટલો પર હજારો ટ્રકોનો ખડકલો
Published by: Kaushal Pancholi
First published: September 26, 2020, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading