Home /News /south-gujarat /SBI Recruitment : સાસંદ મનસુખ વસાવાનો એસબીઆઈની ભરતીમાં ગેરરિતીનો આરોપ, નાણામંત્રીને લખ્યો પત્ર

SBI Recruitment : સાસંદ મનસુખ વસાવાનો એસબીઆઈની ભરતીમાં ગેરરિતીનો આરોપ, નાણામંત્રીને લખ્યો પત્ર

Mansukh Vasava : ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એસબીઆઈની અમદાવાદ સર્કલની ભરતીમા ગેરરીતિ થઈ હોવાનો આરોપ કર્યો

SBI Recruitment 2022 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI Ahmedabad Circle) અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડનો મનસુખ વસાવાનો આક્ષેપ, નિર્મલા સીતારામનને લખ્યો પત્ર

    દીપક પટેલ, રાજપીપળા: ગુજરાત ભાજપનાં  (BJP Gujarat) સિનિયર સાંસદ મનસુખ વસાવાએ (MP Mansukh Vasava)  એક લેટર બોમ્બ ફોડ્યો છે. એમણે દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામનને (FM Nirmala Sitharaman)  પત્ર લખી સીધે સીધો એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલમાં ભરતી (SBI Ahmedabad Circle Recruitment Scam)  કૌભાંડ થયું છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોય એ જ અરજી કરી શકે એવું સ્પષ્ટ જણાવ્યું હોવા છતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ વર્તુળ (ગુજરાત)માં જુનિયર એસોસિએટ્સ (ક્લાર્ક) ની ભરતીમાં સ્થાનિક ભાષા જાણતા ન હોય તેવા ઉમેદવારોની પસંદગી થઈ છે.

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ બેંકના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી જુનિયર એસોસિયેટ (ક્લાર્ક)ની જગ્યાઓ માટે પાત્ર ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.જે તે રાજ્ય માટે અરજદાર ઉમેદવાર તે રાજ્યની સ્થાનિક ભાષામાં "નિપૂણ" હોવી જોઈએ એવું જાહેરાતમાં જણાવાયું હતું.જો ઉમેદવાર સ્થાનિક ભાષાની પરીક્ષામાં નાપાસ થશે, તો તેને બેંકમાં નિમણૂક માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

    'દેખીતી રીતે ભરતી કૌભાંડ હોવાનું મને જણાયું છે'

    તે છતાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલ (ગુજરાત)માં તાજેતરમાં પસંદ કરાયેલા 660 ઉમેદવારોમાંથી માત્ર 15 થી 20 ટકા જ ગુજરાત રાજ્યના અને બાકીના 80 થી 85 ટકા અન્ય રાજ્યોના છે જેમને સ્થાનિક ભાષાનું કોઈ જ્ઞાન નથી.આ એક દેખીતી રીતે ભરતી કૌભાંડ હોવાનું મને જણાયું છે.

    આ પણ વાંચો : નર્મદા : વડોદરાની મીરા સોલંકીની હત્યાનો ભેદ ઉકેલાયો, સંદિપે ચૂંદડીથી ગળે ટૂંપો આપી કરી હતી હત્યા

    આ ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની તપાસ કરવા અને સ્થાનિક ભાષામાં નિપુણ ન હોવા છતાં ખોટી રીતે પસંદ કરાયેલા ઉમેદવારોની ભરતી રદ કરવા તાત્કાલિક વ્યવસ્થા કરવા વિનંતી કરું છું.
    " isDesktop="true" id="1202507" >

    સાથે સાથે આ કૌભાંડમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ ઠગ સરકારની નીતિ સાથે છેડછાડ કરીને સરકારને ભીંસમાં ન મૂકે.

    આ પણ વાંચો : SBI SCO Recruitment : SBIમાં 18 SCOની ભરતી, અહીંથી કરો અરજી, આવેદન કરવાની અંતિમ તારીખ નજીક

    સ્થાનિક ભાષામાં જ્ઞાન હોવું જોઈએ

    આપણા દેશની કોઈ પણ બેંકની શાખામાં આવતા ગ્રાહકો માંથી 90% તે રાજ્યના સ્થાનિકો છે તેમજ શાખામાં પ્રવેશતા ગ્રાહકોનો પ્રથમ સીધો સંપર્ક ત્યાં બેઠેલા ક્લાર્ક-કેશિયર સાથે થાય છે.આને ધ્યાનમાં રાખીને, સરકારે રાષ્ટ્રીયકૃત બેંકોના ક્લાર્કની ભરતી માટેના નિયમોમાં એક કલમ દાખલ કરી છે કે કારકુનની જગ્યા માટે અરજદાર ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોવું જોઈએ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, SBI Recruitment, મનસુખ વસાવા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन