Home /News /south-gujarat /Gujarat Flood: નર્મદાના ડેડીયાપાડા અને સાગબારામાં પૂરના પાણીમાં ગરકાવ થયેલ મંદિરની મૂર્તિઓ પ્રગટ થઇ

Gujarat Flood: નર્મદાના ડેડીયાપાડા અને સાગબારામાં પૂરના પાણીમાં ગરકાવ થયેલ મંદિરની મૂર્તિઓ પ્રગટ થઇ

ભક્તો દ્વારા શોધ કર્યા બાદ મહાદેવ સહીત તમામ મંદિરની મૂર્તિઓ મળતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

નર્મદામાં અતિભારે વરસાદને કારણે ડેડીયાપાડા અને સાગબારામાં 21 ઇંચ પડતા કરજણ નદીમાં પૂર આવ્યા અને જેને કારણે નદી કાંઠા વિસ્તારોમાં ભારે નુકશાની થયું છે. જયારે કરજણ નદી પાસે આવેલ તલકેશ્વર મહાદેવ મંદિર ભગવાન સહિત કરજણ નદીમાં જલસમાધી લીધી હતી.

વધુ જુઓ ...
નર્મદા જિલ્લા (Narmada District)ના ડેડીયાપાડા અને સાગબારામાં 21 ઇંચ જેટલો વરસાદ (Gujarat Monsoon) પડતા કરજણ નદી (Karjan River Flood)માં પૂર આવ્યું હતું. જેના કારણે નદી કાંઠા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ઉપરાંત કરજણ નદી પાસે આવેલા તલકેશ્વર મહાદેવ (Talkeshwar Mahadev Temple) મંદિરે જળસમાધિ લીધી હતી. 15 દિવસ બાદ ભગવાન શિવ (Lord Shiva) સહિત અન્ય ભગવાનની મૂર્તિઓ મળી આવતા ભક્તોમાં આનંદ જોવા મળ્યો છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હતી કે, કરજણ નદી પાસે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તો રાહત મળી શકે છે. જેથી આગામી સમયમાં ફરીથી મંદિરના નિર્માણ બાદ ભક્તો સહેલાઇથી ભગવાન મહાદેવની પૂજા કરી શકે.

નર્મદામાં અતિભારે વરસાદને કારણે ડેડીયાપાડા અને સાગબારામાં 21 ઇંચ પડતા કરજણ નદીમાં પૂર આવ્યા અને જેને કારણે નદી કાંઠા વિસ્તારોમાં ભારે નુકશાની થયું છે. જયારે કરજણ નદી પાસે આવેલ તલકેશ્વર મહાદેવ મંદિર ભગવાન સહિત કરજણ નદીમાં જલસમાધી લીધી હતી. આ મહાદેવ સહીત અન્ય નંદી,પાર્વતી, હનુમાન સહીત નદીમાં જળસમાધિ લેતા ભક્તોમાં નિરાશા વ્યાપી હતી પરંતુ 15 દિવસથી મહાદેવ અને તેમના પરિવારને શોધવા ભક્તો એ કમર કસી હતી અને જેમને નદીમાંથી શોધી નાખવામાં સફરતા મળી છે.



ભક્તો દ્વારા શોધ કર્યા બાદ મહાદેવ સહીત તમામ મંદિરની મૂર્તિઓ મળતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. જોકે વારંવાર સ્થાનિકોની રજુઆત કરતા આવ્યા છે કે, કરજણ નદી પાસે પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવે તો કાયમ જે ધોવાણ થાય છે તે અટકી શકે છે પરંતુ તંત્રનું પેટનું પાણી ન હલતા સ્થાનિકોમાં રોષ છે ત્યારે હવે ભક્તોની માંગ છે કે વહેલી તકે નદી કિનારે પ્રોટેક્શન દીવાલ અને મંદિર બનાવે જેથી ફરી ભક્તો મહાદેવની પૂજા અને ભક્તિ કરી શકે.

આ પણ વાંચો-ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. જે અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
First published:

Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Gujarat rainfall, Narmada dam, Narmada district