Home /News /south-gujarat /Narmada: 108ની કમાન મહિલાઓના હાથ આવતા કરી કમાલ, માતા-બાળમૃત્યુ દર ઘટાડ્યો

Narmada: 108ની કમાન મહિલાઓના હાથ આવતા કરી કમાલ, માતા-બાળમૃત્યુ દર ઘટાડ્યો

સમગ્ર રાજ્યમાં માત્ર નર્મદા જિલ્લામાં 108 સેવામાં તમામ મહિલાઓ

નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટરથી લઇને 108માં તમામ મહિલા કર્મચારીઓ સેવારત છે. સગર્ભા માટે 108 આશીર્વાદરૂપ બની છે. માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં મહિલાઓની સિંહફાળો છે

Aarti Machhi, Bharuch: કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. પરંતુ નર્મદા જિલ્લામાં અનેક પડકારો વચ્ચે 108 સેવામાં મહિલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. રાજ્યમાં એક માત્ર નર્મદા જિલ્લામાં 108માં તમામ મહિલા કર્મચારીઓ છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા ટીઓટીયા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હોય છે, એ રીતે જિલ્લાના છેવાડાના આંતરિયાળ ગામડાઓમાં મહિલાની તકલીફે માટે એક કોલ પર 108 મહિલાઓ ખડેપગે સેવા આપે છે. રાજ્યમાં એક માત્ર જિલ્લો છે, જેના મહિલા કોલક્ટરથી લઇ 108 એમ્બ્યુલન્સ સેવા સુધી મહિલા કર્મચારીઓ સફળપૂર્વક નાગરિકોને સેવા આપે છે.મહીલાઓ માટે એક મિશાલ કાયમ કરે છે.



નર્મદા જિલ્લો પડકારોથી ભરેલો છે

નર્મદા જિલ્લા કૂદરતી વિભિન્ન પડકારો વાળો છે. જેમાં જંગલો, આંતરિયાળ ગામડાઓમાં, વિભાજિત જનજીવન, આદિવાસી વિસ્તારો સાથે જંગલો વચ્ચે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે.



પૂરની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે. એવામાં મહિલાઓને પડતી સમસ્યાઓ દૂર કરવામાં મહિલા અધિકારીઓથી લઇ કર્મચારીઓ સતત તત્પર અને કટિબદ્ધ રહતી હોય છે.



જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટ્યો તેમાં આ મહિલાઓ સિંહફાળો રહ્યો છે. પ્રથમ કોલ પર આંતરિયાળ ગામડાઓમાં વિભાજિત જનજીવનને પ્રતિસાદ આપતી અને આકસ્મિક સંજોગોમાં મહિલાઓને 108 સેવાનું અગ્રસર રહે છે.



રાજ્ય સરકાર દ્વારા ચાલતી 108 સેવા સમાજમાં વ્યાપક સ્વીકૃતિ પામી છે.



સગર્ભા માટે 108 આશીર્વાદરૂપ નિવડી છે

નર્મદા જિલ્લામાં વર્ષ 2008થી આજે દિવસ સુધી 108 સેવા મહિલા સગર્ભા અવસ્થામાં આશીર્વાદરૂપી નીવડી છે અને અનેક વાર 108 સેવા દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી છે. આ રીતે મહીલાઓ માટે અસરકારક સાબિત થાય છે સાથે તેની ખ્યાતી અને સફળતાં દર્શાવે છે.
First published:

Tags: 108 Emergency, Bharuch, Local 18, Womens day