નર્મદા : નર્મદા જિલ્લામાંથી એક સારા સમાચાર આવી રહ્યાં છે. જિલ્લામાં કોરોના વાયરસના 12 પોઝિટિવ કેસો હતા પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી તબક્કાવાર ધીરે ધીરે કોરોના પોઝિટિવ દર્દીઓ રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની સારવાર દરમિયાન સ્થિત સુધરી ગઇ અને હવે તેમના તમામનાં રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. એટલે કે નર્મદા જિલ્લામાં કોરોનાના તમામ દર્દીઓએ કોરોનાનો જંગ જીતી લીધો છે અને તમામ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
આજે છેલ્લા જે ભદામ ગામનાં મહિલા તેમનો પણ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યારે તેઓને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં હાલમાં એક પણ નવો કેસ આવ્યો નથી અને જે દર્દીઓ હતા તે તમામ સાજા થઇ ગયા છે. ત્યારે નર્મદા જિલ્લો આજે ફરીથી કોરોના મુક્ત બની ગયો છે.
આ પણ વાંચો -અમદાવાદનાં એક જ વિસ્તારનાં 24 શાકભાજીવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરતા એપેડેમીક ઓફીસર, ડૉક્ટર આર. એસ. કશ્યપે જણાવ્યું હતું કે, 'હાલમાં નર્મદા જિલ્લામાં તબક્કાવાર કોરોના વાયરસનું ટેસ્ટીંગ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. નર્મદા જિલ્લો હાલમાં ઓરેન્જ ઝોનમાં છે પરંતુ ગ્રીન ઝોનમાં આવતા હજુ ઘણાં દિવસ લાગશે.'
આ પણ જુઓ-