સ્‍ટેચ્યૂ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ આનંદો, રાજપીપળામાં બનશે એરપોર્ટ

News18 Gujarati
Updated: November 16, 2018, 2:11 PM IST
સ્‍ટેચ્યૂ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ આનંદો, રાજપીપળામાં બનશે એરપોર્ટ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી (ફાઇલ તસવીર)

  • Share this:
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગત 31મી ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના બીજે દિવસેથી જ ત્યાં આખા દેશમાંથી પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ગત રવિવાર સુધીમાં દિવાળીની રજાઓ હોવાને કારણે એકંદરે ત્યાં દિવસના 15થી 20 હજાર સહેલાણીઓ આવતા હતાં. જેને ધ્યાનમાં રાખીને રાજપીપળામાં ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ પણ બનાવવાનો પ્રારંભ પણ કરવામાં આવશે. જેના કારણે દેશવિદેશના લોકોને ત્યાં આવવામાં સહેલાઇ થાય.

એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા સાથે સીએમ વિજય રૂપાણીની બેઠક થઇ હતી. જેમાં રાજ્યમાં ત્રણ જગ્યાએ એટલે ધોલેરા, રાજકોટ અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે.

આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યો છે બીજી બાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવા સર્વે કરવામાં આવ્યો છે. હવે હવાઈ મુસાફરી કરી આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે. થોડા સમય પહેલા રાજ્યના પૂર્વ રાજ્ય વન મંત્રી શબ્દસરણ તડવીએ આ અંગે રજૂઆત કરી હતી જેમાં રાજ્ય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર સરકારની પણ લીલી ઝંડી મળી ગઈ હતી.

આ પણ વાંચો: નર્મદાઃ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લિફ્ટમાં ફસાયા

હવાઈ કેન્દ્રીય ઉડ્ડિયાન મંત્રાલયની સૂચના અને રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સિવિલ વિભાગની ટીમે રાજપીપળા ખાતે જગ્યા માટે જરૂરી બેઠક પ્રભારી સચિવ સાથે કરીને જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું છે.

આ પણ વાંચો: સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હજારો પ્રવાસીઓ અટવાયાંજેમાં પ્રવાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદર, સિવિલ એવિયેશન ઓફ સ્ટેટના કેપ્ટન અજય ચૌહાણ, જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા, ડીડીઓ જીન્સી વિલિયમ્સ, સીટી સર્વે આધિકારી ગૌરાંગ શાહ, ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટ સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
First published: November 16, 2018, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading