નર્મદાઃ યુવતીની છેડતી બાદ સમાધાન માટે બોલાવતા યુવકે કરી આત્મહત્યા

દેડીયાપાડાના ખૈડીપાડ ગામે આદિવાસી યુવકે મહુડાના ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

News18 Gujarati
Updated: February 6, 2019, 12:11 PM IST
નર્મદાઃ યુવતીની છેડતી બાદ સમાધાન માટે બોલાવતા યુવકે કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 6, 2019, 12:11 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ દેડીયાપાડાના ખૈડીપાડ ગામે આદિવાસી યુવકે મહુડાના ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં ગામની યુવતી સાથે છેડતી કરતા આ બાબતની ફરિયાદ થતાંગામના સરપંચે ગામલોકો વચ્ચે ભેગા થઇ કાર્યાવહી કરવા હાજર થવાનું ફરમાન કરકતા ભેગા થવાના ડરથી યુવકે આપઘાત કર્યોહતો. આમ છેડતીનો કરૂણ અંજામ આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગંભીરભાઇ ગુલાબસિંઘ વસાવાએ તેમના ગામમાં રહેતી એક યુવતીની છેડતી કરી હતી. જે વાતને લઇને યુવતીના પરિવારજના સભ્યો ગંભીરભાઇના ઘરે આવ્યા હતા અને તેને ગાલ ઉપર થપ્પડ મારી હતી. તેઓએ આ વાતનં સમાનધાન કરવા ગામના સરપંચના ઘરે ભેગા થયા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ પતિએ ઊંઘી જવાનું કહેતા પત્ની હંમેશા માટે પોઢી ગઇ!

ગંભીરભાઇએ તથા યુવતીને તેઓને બીજા દિવસે સવારમાં ભેગા થવાનું જણાવ્યું હતું. પછી ગંભીરભાઇ પોતાના ઘે રાત્રીના સુઇ ગયા હતા. પરંતુ વાતના ડરથી ગંભીરભાઇએ ગામના મહુડાના ઝાડ સાથે દોરડા વડે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. સવારે મૃતહાલતમાં મળી આવતા લોકના ટોળા ઉમટ્યાં હતા. આ બાબતે દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
First published: February 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...