દિપક પટેલ, નર્મદાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવસે ને દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રથમવાર પ્રવાસીઓએ રેકોર્ટ તોડ્યો છે. એકજ દિવસમાં 34,000 પ્રવાસીઓ નોંધાયા છે. જેનાથી એક દિવસમાં 51.60 લાખની આવક થઇ છે.
આ ઉપરાંત 3720 જેટલા ખાનગી વાહનો આવ્યા હતા. આમ આગલા દિવસે જે રેકોર્ડ નોંધાયો હતો. એ રેકોર્ડ આજે તૂટી ગયો હતો. આવનારા દિવસોમાં વિશ્વનું સૌથી મોટું જંગલ પાર્કનું લોકાર્પણ થશે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે લોકાર્પણ બાદ રોજના 30,000 કરતા વધારે પ્રવાસીઓ આવશે.
ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમ પાસે કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ લોકર્પણ કાર્ય બાદ હજુ તો એક વર્ષ પણ પૂર્ણ નથી થયું. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. હાલ 14 ઓગસ્ટ 2019 સુધીની વાત કરીએ તો લગભગ 20 લાખ 35 હજાર પ્રવાસીઓનો આંકડો વટાવી ચૂક્યું છે. હાલમાં 20, 35,779 નોંધાયેલ પ્રવાસીઓ છે. જેને કારણે સરદાર પટેલ એક્તા ટ્રસ્ટને 51,86,60,398 રૂપિયાની આવક થઈ છે. ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકત લેશે એવી આશા હાલ તો સ્ટૅચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને લાગી રહી છે.
સરકાર દ્વારા પણ હાલ વધુમાં વધુ પ્રવાસીઓ આવે જે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અનેક પ્રોજેક્ટો બનાવમાં આવી રહ્યાં છે. જેમાં જોવા જઈએ તો સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન સહિતના પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યા છે. જેનું લોકાર્પણ પણ લગભગ 31 OCT 19ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર