નર્મદા : લૉકડાઉનમાં અટવાયેલા વિદ્યાર્થીઓ સહિત 201થી વધુ પરપ્રાંતીયોને વતન રવાના કરાયા

નર્મદા : લૉકડાઉનમાં અટવાયેલા વિદ્યાર્થીઓ સહિત 201થી વધુ પરપ્રાંતીયોને વતન રવાના કરાયા
વિદ્યાર્થીઓ સહિતના લોકો વતન જવા રવાના થયા.

છેલ્લા 2 મહિનાથી અટવાયેલા પરપ્રાંતીયોમાં દેવળીયા ખાતે આવેલા "બચ્ચો કા ઘર" મુસ્લિમ મદરેશાના 20 થી વધુ નાના-મોટાં વિધાર્થી બાળકોનો પણ સમાવેશ થાય છે.

 • Share this:
  દીપક પટેલ, નર્મદા : હાલ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લૉકડાઉન 4 અમલ છે ત્યારે નર્મદા જિલ્લામાં પશ્ચિમ બંગાળના અટવાયેલા 201થી વધુ પરપ્રાંતીયો અને વિદ્યાર્થીઓને માદરે વતન રવાના કરવામાં આવ્યા છે.

  નર્મદા જિલ્લાના 5 તાલુકાઓમાં ભારતમાંથી આવેલા પરપ્રાંતીયો આજે વહીવટી તંત્ર દ્વારા તેમનું મેડિકલ ટેસ્ટ કરાવીને 5 જેટલી બસો દ્વારા વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા. વડોદરાથી તેમને ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ રવાના કર્યા હતા.  છેલ્લા 2 મહિનાથી અટવાયેલા પરપ્રાંતીયોમાં દેવળીયા ખાતે આવેલા "બચ્ચો કા ઘર" મુસ્લિમ મદરેશાના 20 થી વધુ નાના-મોટાં વિધાર્થી બાળકોનો પણ સમાવેશ થાય છે.

  એક મુસ્લિમ બાળકે જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી અમો અમારા ઘરે નથી ગયા. આજે અમે ઘરે જઈએ છે. અમને ઈદથી મોટી ખુશી આજે મળશે. આટલું કહેતા તેની આંખ ખુશીના આંસુથી છલાકાઈ ગઈ હતી.

  આ પણ વાંચો : 

  સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા

  નર્મદા નદીના કિનારે બનેલા સરદાર પટેલના દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ (statue of unity) આખા વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. જોકે, આ સ્ટેસ્ચ્યૂ ઓફ યુનિટીમાં કામ કરતા કર્મચારીઓની હાલત અત્યારે કફોડી બની છે. અહીં કામ કરતા અનેક કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર મળ્યો નથી જેના પગલે આશરે 440 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા હતા.
  First published:May 29, 2020, 14:00 pm