Home /News /south-gujarat /Statue Of Unity: એકતાનગરમાં એકસાથે 20 ઇ-રિક્ષા બળીને ખાક, પ્રવાસીઓ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
Statue Of Unity: એકતાનગરમાં એકસાથે 20 ઇ-રિક્ષા બળીને ખાક, પ્રવાસીઓ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
એકતાનગરમાં એકસાથે 20 ઇ-રિક્ષા બળીને ખાક થઈ ગઈ
Statue Of Unity: નર્મદા જિલ્લાના એકતાનગરમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રાત્રે ચાર્જિંગમાં મૂકાયેલી 20 જેટલી પિંક ઇ-રિક્ષામાં મોડી રાતે આગ ફાટી નીકળી હતી.
નર્મદાઃ એકતાનગરના કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રાત્રે ચાર્જિંગમાં મૂકાયેલી પિંક ઇ-રિક્ષામાં મોડી રાતે આગ ફાટી નીકળી હતી. ત્યારે હવે મુસાફરોના જીવ પર જોખમ હોય તેવી પરિસ્થિતિ ઊભી છે. સદ્નસીબે તે સમયે કોઈ મુસાફર હાજર નહોતો તેથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. ત્યારે હવે આ ઘટનાને લઈને મુસાફરોની સુરક્ષાને લઈને સરકાર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
20 જેટલી ઇ-રિક્ષા બળીને ખાખ
મળતી માહિતી પ્રમાણે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઇ-કાર અને ઇ-રિક્ષાની સુવિધા આપવામાં આવે છે. અહીં 100 જેટલી પિંક ઇ-રિક્ષાની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે ગઈકાલે રાતે આ તમામ ઇ-રિક્ષાને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. ત્યારે એકસાથે 23 રિક્ષાઓમાં અચાનક આગ લાગી ગઈ હતી. માત્ર ગણતરીની મિનિટોમાં જ આગ ફેલાઈ ગઈ હતી અને 20 જેટલી ઇ-રિક્ષા બળીને ખાક થઈ હતી. જો કે, તેમાંથી સદ્નસીબે 5 જેટલી ઇ-રિક્ષા સુરક્ષિત બચી ગઈ હતી.
મહત્ત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ જો પ્રવાસીઓ હોત અને આવી દુર્ઘટના ઘટે તો ચોક્કસ મોટાપાયે જાનહાનિ થઈ શકે. આ દુર્ઘટના બાદ એવું કહી શકાય કે, પિન્ક ઓટો ઇ-રીક્ષા કેવડિયામાં એક જીવતો બૉમ્બ છે અને હજુ પણ ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના બાદ તંત્રની પોલ ખૂલી ગઈ છે. તંત્રની બિનગુણવત્તાયુક્ત ઇ-રિક્ષાને કારણે જ દુર્ઘટના સર્જાઈ છે તે વાતમાં શંકાને સ્થાન નથી.
છેલ્લા એક વર્ષથી અહીં ઇ-રિક્ષા ફરે છે. અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં એક ઇ-રિક્ષા ભડભડ સળગી ઊઠી હતી અને ફરીવાર એકસાથે 23 ઇ-રિક્ષા સળગી ઊઠી છે. આ રીક્ષા સ્ટેન્ડ પર 76 જેટલી રીક્ષાઓ પાર્ક કરવામાં આવે છે અને એક પછી એક તેને ચાર્જ કરવામાં આવે છે. બીજો પોઇન્ટ સત્તામંડળની કચેરી ખાતે એકતા મોલ પાસે છે. ત્યારે હાલ આ દુર્ઘટના બાદ એટલું ચોક્કસ કહી શકાય કે એકતાનગરમાં ગુલાબી જીવતા બોંમ્બ ફરી રહ્યા છે જે ક્યારે પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર