Home /News /south-gujarat /

ઉનાળામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંદ, સંખ્યા વધી

ઉનાળામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંદ, સંખ્યા વધી

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ફાઇલ તસવીર

વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના પૂર્ણ : 6 મહિનામાં 1373523 પ્રવાસીઓએ મુલાકાત લીધી.

    દિપક પટેલ, નર્મદા : 31 ઓકટોમ્બર 18 ના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ માં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ કરાયા બાદ પ્રવાસીઓ ઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે આ દુનિયા નીઅજાયબી જોવા રોજ ના 15 હજાર થી પણ વધુ પ્રવાસીઓ ઓ ઉમટી રહ્યા છે એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 14 લાખ પ્રવાસીઓ એ આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ની મુલાકાત લીધી છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ની આવક પણ થઇ છે

    સ્ટેટ્યૂ ઓફ યુનિટી ના લોકાર્પણ ને 6 મહિના થઇ ગયા છે આ 6 મહિનામાં એટલેકે 31 એપ્રિલ સુધીમાં 13,73,523 પ્રવાસીઓએ મુલાકાત લીધી લીધી છે અને .સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ 6 મહિનામાં ₹ 34,48,53,853ની. અધધધ આવક થઇ છે જો માસ વાર પ્રવાસીઓ ની સંખ્યા જોઈએ તો ગત 1 નવેમ્બર 18 થી આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું અને

    હાલ ઉનાળાની ઋતુ ચાલે છે અને ગુજરાત માં પણ ગરમી નું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રી ની આસપાસ રહેવા પામ્યું છે ત્યારે સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તાર માં પણ આ વખતે ગરમીએ માઝા મુકીછે પરંતુ આ ગરમી માં પણ પ્રવાસીઓ નું આકર્ષણ ઓછું થયું નથી અને તેનું કારણ એ છે કે અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

    જિલ્લાના કલેક્ટર આઈ. કે. પટેલે જણાવ્યું, નર્મદા જિલ્લો આમતો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે અને અહીં રહેવા સરદાર સરોવર નર્મદા બંધ ને કારણે પણ અહીં દર વર્ષે 5 લાખ જેટલા પ્રવાસીઓ આવતા હતા પરંતુ સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ પ્રવાસીઓ માં ખાસો વધારો થયો છે ત્યારે હાલ તો ઉનાળાની ઋતુ છે પરંતુ આગામી ચોમાસા માં જિલ્લા નું પ્રાકૃતિક સૌંદર્ય નિખરી ઉઠશે ત્યારે પ્રવસીઓ માં હજી પણ વધારો થશે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Statue of unity, Summer, Tourist

    આગામી સમાચાર