સરદાર સરોવર ડૅમની જળ સપાટી 134.01 મીટરે પહોંચી, 23 દરવાજા ખોલાયા

News18 Gujarati
Updated: August 27, 2019, 6:07 PM IST
સરદાર સરોવર ડૅમની જળ સપાટી 134.01 મીટરે પહોંચી, 23 દરવાજા ખોલાયા
સરદાર સરોવર

સરદાર સરોવર ડૅમમાં ઉપરવાસમાંથી 613315 ક્યૂસેક વિપુલ માત્રામાં પાણીની આવક થઇ રહી છે.

  • Share this:
દિપક પટેલ, નર્મદાઃદક્ષિણ ગુજરાત અને ઉપરવારસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં ડૅમમાં વિપુલ માત્રામાં પાણીની આવક આવી રહી છે. જેના પગલે સરદાર સરોવર ડૅમની જળસપાટી 134.01 મીટરની ઔતિહાસિક સાપટીએ પહોંચી છે. આ સાથે સરદાર સરોવર ડૅમના 23 દરવાજા 3.70 મીટર ખોલવામાં આવ્યા છે. જેના પગલે નર્મદા નદીમાં 560598 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડૅમમાં ઉપરવાસમાંથી 613315 ક્યૂસેક વિપુલ માત્રામાં પાણીની આવક થઇ રહી છે.

રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુઘીમાંરાજ્યના 204 જળાશયો પૈકીના 30 જળાશયો 100 ટકાથી વધુ ભરાયાં છે. રાજ્યનાં 204 જળાશયોમાં હાલ 71.94 ટકા એટલે કે 3,97,817.46 એમ.સી.એફ.ટી. જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના સૌથી મોટા જળાશય સરદાર સરોવર ડૅમમાં હાલ 2,81,241.60 એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 84.18 ટકા છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 90.92 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના 30 જળાશયો 100 ટકા કે તેથી વધુ ભરાયાં છે, જ્યારે 56 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે, 23 જળાશયો 50 થી 70 ટકાની વચ્ચે અને 58 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયાં છે.

આ પણ વાંચોઃ-રાજ્યના 30 જળાશયો 100 ટકાથી વધુ ભરાયાં, મોસમનો સરેરાશ 90.92 ટકા વરસાદ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં સવારે 6 વાગ્યા સુધી 47 તાલકુાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં છોટાઉદેપરુ તાલુકામાં 93 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો અને કવાંટમાં 89 મી.મી, મોરવા હડફમાં 79 મી.મી, ગોધરામાં 78 મી.મી, દાહોદમાં 77 મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
First published: August 27, 2019
વધુ વાંચો
अगली ख़बर