દિપક પટેલ, નર્મદાઃ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હાલની પરિસ્થિતિમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ગ્લોબલવૉર્મિંગથી બચવા હવે ગામડાઓ આગળ આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાનકડા કામે આઠ એકર ગૌચર જમીનમાં 11000 જેટલા રોપાઓ વાવીને ગ્લોબર વોર્મિંગ સામે લડત આપી હતી.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાનકડા એવા કુંવરપરા ગામના સરપંચ નિરંજન વસાવાએ આ ગ્લોબલ વોર્મિંગ સામે જંગ છેડ્યો છે. તેઓ ઓ ગ્રામજનો સાથે બેઠક કરી નક્કી કર્યું કે વિકાસના કાર્યોને કારણે જિલ્લમાં ફોરલેન રસ્તા બન્યા છે. ત્યારે કેટલાય વૃક્ષોનો નાશ થયો છે. તેને કારણે ગરમી પણ વધી છે. ત્યારે આ ગરમીને નાથવા ના ઉપાય રૂપે ગામની જ ગૌચર જમીનમાં વધુ પ્રમાણમાં વૃક્ષો ઉછેરવા અને તેથીજ આજે ગ્રામજનો સાથે મળીને ગામની સિમમાં આવેલા આઠ એકર ગૌચર જમીનમાં ગામલોકોએ ભેગા મળી 11000 જેટલા રોપાઓનું વાવેતર કર્યું હતું.
આ રોપાઓને ઉનાળામાં પણ પાણી આપી તેનો ઉછેર કરવાનો આ ગામ લોકોએ સંકલ્પ લીધો છે. ગામના સરપંચ નિરંજન વસાવાએ ગામથી દૂર આવેલા આ ગૌચર જમીનની જગ્યાએ લગભગ બે કિલોમીટર ઢાળ ઢોળાવો વાળી જમીન પર ચાલીને રોપાઓ લઇ ગયા હતા. આ રોપાઓનું સામુહિક વૃક્ષારોપણ કર્યું અને અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બન્યા છે.
ગ્રામજનોનું કહેવું છે કે આ રોપાઓ અમે ઉછેરીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું કે આગામી દિવસોમાં અમને ગરમીથી બચાવે અને વધુ વરસાદ વરસાવે જ્યારે સરપંચ નિરંજન વસાવા અન્ય સરપંચોને પણ વિનંતી કરી રહ્યા છે કે તેઓ પણ ગ્લોબલ વોર્મિંગથી બચવા તેમના ગામમાં આવેલી ગૌચર જમીનમાં આજ મુજબ વૃક્ષારોપણ કરે તો ગરમીથી બચી શકાય.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર