Home /News /south-gujarat /તાપી: તાલુકા પંચાયતની ઓફિસમાં પત્નીને સળગાવીને શિક્ષક પતિએ પણ આગચાંપીને કર્યો આપઘાત

તાપી: તાલુકા પંચાયતની ઓફિસમાં પત્નીને સળગાવીને શિક્ષક પતિએ પણ આગચાંપીને કર્યો આપઘાત

દંપતીની ફાઇલ તસવીર

Tapi News: મંગળવારે બપોરે ઓફિસમાં 3 વાગ્યાની આસપાસ મયુરિકાબેન કચેરીમાં હતા. ત્યારે જ પતિ બપોરે કચેરીમાં મનરેગા ઓફિસમાં ફરજ બજાવતી પત્ની મયુરિકા પાસે આવ્યા હતા.

તાપી: વાલોડ (Tapi news) તાલુકાની પંચાયત કચેરીમાં એક ગમખ્વાર ઘટના ઘટી છે. જેમા મનરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા 40 વર્ષના મયુરિકા પટેલને તેમના જ 41 વર્ષના પતિ અમિત પટેલે સળગાવી ( husband kills wife) દીધા હતા. જે બાદ પોતાના શરીર પર પણ આગચંપીને આત્મહત્યા (husband suicide) કરી હતી. નોંધનીય છે કે, પતિ પત્ની (couple) વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. જેના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી અલગ રહેતા હતા. આ દંપતીના મોત કચેરીની બાલ્કનીમાં જ થયા હતા. જેના કારણે આખી કચેરીમાં ચકચાર મચી ગઇ હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમિત પટેલ ઉચ્છલની ગવાણ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. મંગળવારે બપોરે ઓફિસમાં 3 વાગ્યાની આસપાસ મયુરિકાબેન કચેરીમાં હતા. ત્યારે જ પતિ બપોરે કચેરીમાં પ્રથમ માળે આવેલી મનરેગા ઓફિસમાં ફરજ બજાવતી પત્ની મયુરીકા પાસે આવ્યા હતા. આ દરમિયાન જ્વલનશીલ પદાર્થની બોટલ કાઢી પ્રથમ પત્ની પર છાંટયા બાદ પોતાના પર પણ જ્વલનશીલ પદાર્થ નાખ્યું હતું. મયુરીકાએ ભાગવાનો પ્રયાસ કરતા પતિએ દોડીને આગ લગાવી દીધી હતી. મયુરીકાએ ભાગવાનો પ્રયાસ કરતા તે કચેરીની બાલ્કનીમાં આવી ગયા હતા. તેની પાછળ પતિ પણ સળગતી હાલતમાં ભાગતો બહાર આવ્યો હતો અને બંનેના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.

આ પણ વાંચો - સુરત: સુલભ શૌચાલયમાં 15 વર્ષના તરૂણે સાથે 20 વર્ષના યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ

નોંધનીય છે કે, મયુરિકા અને અમિતના લગ્ન 2004માં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર મનન છે. જેણે હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી છે. આજે બનેલી આ ઘટનાને કારણે મનને માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતા પુત્ર મનન વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે ઘટના સ્થળ પર આવ્યો હતો. પરંતુ માતા પિતાની લાશ જોઈને તે સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો. જેથી તેને તાત્કાલિક વાલોડ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતો.



તાલુકા પંચાયત કચેરીના ઉપરના મળે આગ લાગી હોવાની જાણ થતા કચેરીના કર્મચારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. તેઓએ અગનજવાળામાં લપેટાયેલ મયુરિકા પટેલને બચાવવા પોતાની જાનની પરવાહ કર્યા વિના અગ્નિશામક બોટલો લઇ દોડી આવ્યાં હતાં. મયુરિકાને બચાવવા અગ્નિ શામકથી આગ ઓલવવાની કોશિશ કરી હતી. ત્યારે અચાનક અમિત પણ સળગતી હાલતમાં કર્મચારીઓ સામે આવતા બચાવ કરવા મુશ્કેલ બન્યો હતા. હિંમત નહિ હારીને છેલ્લે સુધી પ્રયાસ કર્યો હતો.
First published:

Tags: Tapi, ગુજરાત, હત્યા