સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ઉકાઈમાં પાણીની આવક ઘટતાં સુરતીઓ માટે રાહતના સમાચાર

News18 Gujarati
Updated: August 11, 2019, 12:21 PM IST
સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ઉકાઈમાં પાણીની આવક ઘટતાં સુરતીઓ માટે રાહતના સમાચાર
સુરતમાં તાપી નદીના પાણી શહેરમાં ન ઘૂસે તે માટે ફ્લડ ગેટ બંધ કરાતાં ગટરના પાણી બેક માર્યા, 24 કલાકમાં 500 લોકોનું સ્થળાંતર

સુરતમાં તાપી નદીના પાણી શહેરમાં ન ઘૂસે તે માટે ફ્લડ ગેટ બંધ કરાતાં ગટરના પાણી બેક માર્યા, 24 કલાકમાં 500 લોકોનું સ્થળાંતર

  • Share this:
કિર્તેશ પટેલ, પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ સુરતમાં તાપી નદીના પાણી શહેરમાં ન ઘૂસે તે માટે નદીમાં મૂકાયેલા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. આ ફ્લડ ગેટ બંધ થયા બાદ ગટરના પાણી બેક માર્યા હતા.

સુરતીઓ માટે રાહતના સમાચાર ઉકાઈ ડેમમાંથી આવી રહ્યાં છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતાં સુરત પરથી પૂરનું સંકટ ટળ્યું છે. હાલમાં ડેમનો ઇનફ્લો 2.89 લાખ ક્યુસેક છે, જ્યારે ડેમમાંથી 1.94 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલનું રૂલ લેવલ 337 ફૂટ છે.


આ પણ વાંચો :  સરદાર સરોવરમાં પાણીની આવક વધતાં મધરાત્રીએ ફરી 8 દરવાજા ખોલાયા

દરમિયાન શહેરમાં ઘૂસેલા ગટરના પાણીને નદીમાં ઠાલવા માટે પાલિકા તંત્ર કામે લાગ્યું છે. પાલિકા દ્વારા પંપ મૂકીને ગટરના પાણી તાપીમાં ઠાલવવાની શરૂઆત કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં તાપીના કાંઠા વિસ્તારના 500 લોકોનું સ્થળાંતર કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 બાદ પહેલી વાર ઉકાઈ ડેમના દરવાજા ખુલ્લા મૂકાયા છે. ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાંથી ઑગસ્ટના રૂલ લેવલ કરતાં 2 ફૂટ વધારે પાણી ભરાયું છે. ગઈકાલે ઉકાઈ ડેમના પાણી છોડાયા બાદ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થયો હતો.
First published: August 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...