નાગરિકોની સુવિધાઓ વધારવા સરકાર કટીબધ્ધ : ડેપ્યૂટી સીએમ નિતિન પટેલ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
નાગરિકોની સુવિધાઓ વધારવા સરકાર કટીબધ્ધ : ડેપ્યૂટી સીએમ નિતિન પટેલ
ભરૂચ ખાતે દેશના સૌથી લાંબા કેબલ બ્રીજના લોકાપર્ણ સમારોહમાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, રાજ્યના છ કરોડથી વધુ નાગરિકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવા માટે સરકાર કટીબધ્ધ છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ભરૂચ #ભરૂચ ખાતે દેશના સૌથી લાંબા કેબલ બ્રીજના લોકાપર્ણ સમારોહમાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, રાજ્યના છ કરોડથી વધુ નાગરિકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવા માટે સરકાર કટીબધ્ધ છે. 380 કરોડના ખર્ચે આધુનિક પધ્ધતિથી જે પુલ બન્યો છે. એનું ઉદધાટન કરવા વડાપ્રધાન આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે, ભારત સરકાર તરફથી આપણને ગુજરાતને મદદ મળતી જાય છે. પરંતુ એની સાથોસાથ ગુજરાત સરકાર પણ અનેક નવા નવા પ્રોજેક્ટો હાથ પર લઇ ભારત સરકારની મદદ અને ગુજરાતના બજેટથી રાજ્યના છ કરોડ કરતાં વધુ નાગરિકો માટે અનેક પ્રકારની સુવિધાઓ વધારવા માટે આપણી સરકાર કાર્યરત છે. આપણે જાણીએ છીએ કે ગામડાઓનો વિકાસ કરવો હોય તો નેટવર્કથી જોડવા જોઇએ અને એટલા માટે જ ગામડાઓને સાંકળવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં મુકી છે અને ગામડાઓને જોડતાં સો ટકા રસ્તા બનાવવાનો નિર્ધાર હતો. નરેન્દ્રભાઇ જ્યારે મુખ્યમંત્રી હતા એ જ વખતે આ નિર્ધાર પૂર્ણ કર્યો હતો.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर