દેશના લાંબા કેબલ બ્રીજનું કામ માત્ર 34 મહિનામાં પૂર્ણ થયું છે : નિતિન ગડકરી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
દેશના લાંબા કેબલ બ્રીજનું કામ માત્ર 34 મહિનામાં પૂર્ણ થયું છે : નિતિન ગડકરી
દેશના પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, આજે આનંદ થઇ રહ્યો છે કે, દેશ માટે ગૌરવ લઇ શકાય એવા પૂલનું આજે લોકાપર્ણ થવા જઇ રહ્યું છે. આ પુલની વિશેષતા એ છે કે આ કામ ઓછા ખર્ચે થયું છે અને એ પણ ઓછા સમયમાં પૂર્ણ થયું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ભરૂચ #દેશના પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, આજે આનંદ થઇ રહ્યો છે કે, દેશ માટે ગૌરવ લઇ શકાય એવા પૂલનું આજે લોકાપર્ણ થવા જઇ રહ્યું છે. આ પુલની વિશેષતા એ છે કે આ કામ ઓછા ખર્ચે થયું છે અને એ પણ ઓછા સમયમાં પૂર્ણ થયું છે. પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, આ પુલનું કામ કરવા માટે અગાઉની યૂપીએ સરકારમાં ટેન્ડર અપાયું હતું, પરંતુ કામ શરૂ થયું ન હતું. એનડીએ સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે ગુજરાતના મંત્રી નિતિનભાઇ પટેલ મને મળવા આવ્યા હતા અને આ પુલના ટ્રાફિક અંગે વાત કરી, અહીં રોજના હજારો વાહનો પસાર થતા હોવાથી એ ધ્યાનમાં રાખી અમે જુની એજન્સીને રદ કરી અને નવું ટેન્ડર બહાર પાડ્યું. 475 કરોડનું કામ હતું જે અમારી સરકારે નિર્ણય કર્યો અને આજે 380 કરોડમાં જ આ કામ થયું છે. ટેન્ડર કેન્સલ થયા બાદ રકમ વધતી હોય છે પરંતુ અહીં તો ઓછા ખર્ચે કામ થયું અને એ પણ માત્ર 34 મહિનામાં આ કામ પૂર્ણ થયું છે.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर