બ્રીજના નિર્માણથી વિકાસને ગતિ મળશે, આઠ સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવેમાં પરિવર્તિત કરાશે : પીએમ નરેન્દ્ર મોદી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
બ્રીજના નિર્માણથી વિકાસને ગતિ મળશે, આઠ સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવેમાં પરિવર્તિત કરાશે : પીએમ નરેન્દ્ર મોદી
ભરૂચ ખાતે દેશના સૌથી લાંબા કેબલ બ્રીજને ખુલ્લો મુકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઇ કાલે મા ગંગા પાસે હતો. આજે મા નર્મદા પાસે છું. ગઇ કાલે બનારસ હતો. આજે ભરૂચ છું. બનારસ ઇતિહાસથી પણ જુનુ છે. તો ભરૂચ ગુજરાતનું પુરાતન શહેર છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ભરૂચ #ભરૂચ ખાતે દેશના સૌથી લાંબા કેબલ બ્રીજને ખુલ્લો મુકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઇ કાલે મા ગંગા પાસે હતો. આજે મા નર્મદા પાસે છું. ગઇ કાલે બનારસ હતો. આજે ભરૂચ છું. બનારસ ઇતિહાસથી પણ જુનુ છે. તો ભરૂચ ગુજરાતનું પુરાતન શહેર છે. હું સૌથી પહેલા નિતિન ગડકરી અને એમની ટીમને ગુજરાત સરકારને હ્રદયથી અભિનંદન પાઠવું છે. દુનિયાને ખબર નહી પડે કે આ બ્રીજ બનવાનો મતલબ શું છે. પરંતુ ભરૂચે આ બ્રીજ ન બનવાથી જે કષ્ટ થયું છે એ વેઠ્યું છે. કલાકો સુધી અહીં એમ્બ્યુલન્સને પણ રોકાતાં જોઇ છે. ગુજરાતના લોકો આ સારી રીતે જાણે છે. આ બ્રીજનું બનવું છે ભરૂચ અંકલેશ્વર માટેનું સારૂ નથી. આ પશ્વિમ ભારતના વાહન વ્યવહારની વાત છે. અમે લડતા રહ્યા પરંતુ જ્યારે તક મળી ત્યારે આધુનિક અને દેશનો લાંબો બ્રીજ બનાવ્યો છે. હું ઉત્તરપ્રદેશમાં હતો તો કેટલાક લોકો સ્મારક બતાવતા હતા. કહેતા કે જે પેલો દુર થાંભલો દેખાય છે એ પુલ માટેનો શિલાન્યાસ છે. હજુ પુલ બન્યો નથી. એક તરફ દેશમાં કોઇ કામ 12 વર્ષ., 15 વર્ષ થયા હતા. પરંતુ અમે જે કામ ગુજરાતમાં કરતા હતા એ હવે દેશમાં કરી રહ્યા છીએ. ઝડપી કામ કરી રહ્યા છીએ. દહેજ એ માત્ર ગુજરાતનું આભૂષણ નથી, એ દેશનું ઘરેણું છે. એ જ્યારે પૂર્ણ વિકસિત થશે ત્યારે 8 લાખ લોકોને રોજગાર મળશે. આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે એ કેવું હશે. આ બ્રીજ બનતાં અહીં વિકાસની ગતિને વેગ મળશે. હુ મારી દ્રષ્ટિએ જોઇ રહ્યો છું કે આગામી વર્ષોમાં ભરૂચની સિકલ બદલાઇ જશે. આવનારા 10 વર્ષોમાં ભરૂચનો જોરદાર વિકાસ થશે. લોકો ગોવામાં જન્મ દિવસ ઉજવવા માટે સ્ટીમરમાં જાય છે, અહીં પણ એવું જ કરાશે. સુરતી લાલાઓને એ પણ ભેટ મળશે. જો નિયત સાફ હોય ઇરાદા મજબૂત હોય તો સફળતા મળે જ છે. નિતિન ગડકરીજીના ડિપાર્ટમેન્ટ નિર્ણય કર્યો છે કે એમણે ગુજરાતમાં આઠ હાઇવેને નેશનલ હાઇવેમાં કનવર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. 12 હજાર કરોડનો ખર્ચ થવાનો છે. ગુજરાતના ઇનફ્રાસ્ટ્રકચરને ચાર ચાંદ લાગશે. આ આઠ હાઇવેની લંબાઇ 1200 કિલોમીટર છે. વડાપ્રધાન કૃષિ સિંચાઇ યોજનાથી ડ્રિપ ઇરીગેશન સુધી આખી સિસ્ટમ ઉભી કરી છે. જેનાથી ખેડૂતો સુધી પાણી પહોંચાડ્યું છે. દેશ આધુનિક હોવો જોઇએ. 20મી સદીમાં રહીને 21મી સદીના વિશ્વનો મુકાબલો ના થઇ શકે. એ માનીને ચાલો કે હવે હિન્દુસ્તાન દુનિયાની બરાબરી કરવાનો સમય આવી ગયો છે. હવે ઘરમાં તૂ તૂ મેં મેં કરવાનો સમય નથી રહ્યો, હવે 21મી સદીની અનુકૂળતા મુજબ બનાવવાનો સમય છે. દેશમાં ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક ઉભુ કરાઇ રહ્યું છે. દેશમાં જુની સરકારોએ આ યોજના બનાવી હતી. પરંતુ એ લોકોએ સવા લાખ ગામોમાં આ કામ પુરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સવા લાખ ગામમાંથી માત્ર 59 ગામોમાં જ ઓપ્ટિકલ ફાયબર લાગ્યો છે. આ હતી એમની ગતિ. પરંતુ અમે હાલમાં 68 હજાર ગામોમાં કામ પૂર્ણ કર્યું છે. જો ઇરાદો નેક હોય તો કામ થાય છે. કોઇ દેશ પાસે હિસાબ હોવો જોઇએ કે નહીં, હું પીએમ બન્યો તો મેં પુછ્યું કે આપણા આઇલેન્ડ કેટલા છે? તો અલગ અલગ જવાબ મંળતા હતા. મેં કહ્યું આ કેવી સરકાર છે. મેં તપાસ કરી તો ખબર પડી કે આ લોકોએ હજુ સુધી સાયન્ટિફિક કોઇ સર્વે જ કરાવ્યો ન હતો. મેં ટીમ બેસાડી અને તપાસ કરી તો ભારત પાસે 1300થી વધુ આયલેન્ડ છે. એમાંના કેટલાક તો સિંગાપોરથી પણ મોટા છે. ભારત સરકારે આ માટે અલગ વ્યવસ્થા કરી છે. આવનારા સમયમાં વિકાસનું મોડલ તૈયાર કરાશે.  
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर