નવસારીનું પણંજ ગામ એટલે ડિજિટલ વિલેજ

P
Updated: January 1, 1970, 5:30 AM IST
નવસારીનું પણંજ ગામ એટલે ડિજિટલ વિલેજ
ભારતને ડિજિટલ બનાવવા માટે ગામ પણ ડિજિટલ હોવા જરૂરી છે. આજ વિચારને લઈને નવસારી ક્રુષિ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પોતાના ગામને ડિજિટલ બનાવી દીધું અને આજે આ ગામ ગુજરાતનું પ્રથમ ડિજિટલ વિલેજ બની ગયું છે.

ભારતને ડિજિટલ બનાવવા માટે ગામ પણ ડિજિટલ હોવા જરૂરી છે. આજ વિચારને લઈને નવસારી ક્રુષિ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પોતાના ગામને ડિજિટલ બનાવી દીધું અને આજે આ ગામ ગુજરાતનું પ્રથમ ડિજિટલ વિલેજ બની ગયું છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
નવસારી# ભારતને ડિજિટલ બનાવવા માટે ગામ પણ ડિજિટલ હોવા જરૂરી છે. આજ વિચારને લઈને નવસારી ક્રુષિ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પોતાના ગામને ડિજિટલ બનાવી દીધું અને આજે આ ગામ ગુજરાતનું પ્રથમ ડિજિટલ વિલેજ બની ગયું છે. n5 રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તારમાં આવેલ નવસારી જિલ્લાનું પણંજ ગામ આજે ડિજિટલ ગામ તરીકે, પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે. પણંજ ગામાના એક યુવકે તેના અભ્યાસનો ઉપયોગ ગામના વિકાસ અને વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં લગાવી WWW.PANANJGAM.IN નામની વેબસાઇટ બનાવી છે. ગામના આગેવાનોની હાજરીમાં વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. n4 આ વેબસાઇટમાં ગામની તમામ વિગતો મુકવામાં આવી છે, સાથે ખેડુતો તેમના ખેતર, પાક તેની માવજત માટેનું માર્ગદર્શન અને વતાવરણને અનુકુળ દવા છંટકાવ વગેરે અંગેની ઝીણવટ પુર્વકની માહિતી મુકવામાં આવી છે, જેથી ખેડુતો તેમાના પાકને ઓનલાઈન વેચાણ કરતા થયા છે. વેબસાઇટ લોન્ચ કરતાની સાથે રાજ્યના વડોદરા અને વિદેશમાં આમેરીકાના જ્યોર્જીયાથી રીંગણ અને મરચાની ઇનક્વાયરી શરૂ થઇ છે. જેનાથી ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પોતાના ખેતરની માહિતી વેબસાઇટ ઉપર મળતા ગ્રુહિણીઓ પણ હવે ઘરના કામ સાથે ખેતીમાં પણ ધ્યાન રાખી શકશે. n1 વેબસાઇટ બનાવનાર ક્રુષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી ચિરાગ લાડે આ વેબસાઇટમાં ઓનલાઈન કોર્સને પણ જોડી કોમ્પ્યૂટર શિક્ષણને પણ મહત્વ આપ્યું છે. ડિજિટલ વિલેજના કોંસેપ્ટને સફળ બનાવવા ચિરાગે ગામના યુવાનોના સહકારથી આખા ગામને ફ્રી વાઈફાઇ ઉપલ્બ્ધ થાય એવા આયોજન સાથે એન્ડ્રોઈડ મોબાઇલ એપ્લિકેશન બનાવવાની પણ શરૂઆત કરી છે. ચિરાગનું કહેવું છે કે, મને આ ડિજિટલ વીલેજ બનાવવનો નોલેજ એના પરથી આવ્યો કે, નરેન્દ્ર મોદી સાહેબે જે આ ડિજિટલ ઇન્ડિયા બનાવવાની સ્કીમ લોન્ચ કરી છે. n7 આખા ભારતને ડિજિટલ બનાવવાનો પણ મારા મનમાં વિચાર આવ્યો કે, જો ગામડા ડિજિટલ બનશે, તો જ ડિજિટલ ઇન્ડિયાનો કોંસેપ્ટ સફળ થશે અને મારી પાસે જે ઇ્ન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનું નોલેજ હતું જેથી મે એક વેબસાઇટ બનાવી છે. જેનાથી ખેડુતોને ગામના લોકોને એમને જોઇતી માહિતી પુરી પડે. ચિરાગે વધુમાં જણાવ્યું કે, મે નવસારી ક્રુષિ યુનિવર્સિટી માંથી એમએસસી આઈસીટી ઈન એગ્રિકલ્ચર કોર્ષ કર્યો છે. જેમાં અમને આ બધુ સીખવાડવામાં આવ્યું છે કે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડુતો વૈજ્ઞાનિકો વચ્ચેનો જે ગેપ છે એ કેવી રીતે પુરી શકીયે અથવા તો ખેડુતોને ઇન્ફોર્મેશન કેવી રીતે આપી શકીએ. આ તમામ વસ્તુનો લોકોને લાભ થાય, તે માટે મે આ વેબસાઈટ બનાવી છે.
First published: February 14, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...