Home /News /south-gujarat /VIDEO: બાઈક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રોંગસાઇડમાં બાઇક ચલાવતા યુવકને મળ્યું મોત
VIDEO: બાઈક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રોંગસાઇડમાં બાઇક ચલાવતા યુવકને મળ્યું મોત
અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
દમણના દુનેઠા વિસ્તારમાં આવેલા કોસ્ટલ હાઇવે પરથી પુર ઝડપે એક કાર પસાર થઇ રહી હતી. એ વખતે જ એક બાઈકચાલકે પૂર ઝડપે રોંગ સાઈડમાં જ બાઇક ચલાવ્યું હતું. આથી સામેથી આવી રહેલી કારે બાઈકને ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં જ બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા.
ભરતસિંહ વાઢેર, દમણ: દુનેઠા વિસ્તારમાં એક અકસ્માત (Accident) સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત (Daman Accident) થયો હતો. જેમા બાઈક સવાર 1 યુવક નું મોત થયું હતું જ્યારે વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ઇસમને હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે બાઈક સવાર રોંગ સાઇડમાં બાઈક ચલાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા (Accident Live Video)માં કેદ થઇ છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
દમણના દુનેઠા વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને અકસ્માતનો સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બનાવની વિગત મુજબ દમણના દુનેઠા વિસ્તારમાં આવેલા કોસ્ટલ હાઇવે પરથી પુર ઝડપે એક કાર પસાર થઇ રહી હતી. એ વખતે જ એક બાઈકચાલકે પૂર ઝડપે રોંગ સાઈડમાં જ બાઇક ચલાવ્યું હતું. આથી સામેથી આવી રહેલી કારે બાઈકને ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં જ બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા. અને દૂર સુધી ફંગોળાઇ ગયા હતા. જોકે ઘટનામાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થઈ હતી.
બનાવની જાણ થતા જ આસપાસના લોકો અને વાહનચાલકો પણ ટોળે વળ્યા હતા. જે બાદ 108 અને પોલીસને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દમનના ધુનેઠા વિસ્તારમાં કોસ્ટલ હાઇવે પર કાર અને બાઈક વચ્ચેની ટક્કરના લાઈવ દ્રશ્ય રોડની સાઈડમાં લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. અને આ સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર