Home /News /south-gujarat /

ડાંગ: આ ગામમાં મોબાઈલના સ્માર્ટ ઉપયોગથી ઘરે-ઘરે પહોંચાડાય છે પાણી

ડાંગ: આ ગામમાં મોબાઈલના સ્માર્ટ ઉપયોગથી ઘરે-ઘરે પહોંચાડાય છે પાણી

સાકરપાતળ ગામમાં મોબાઇલ ફોનના સ્માર્ટ ઉપયોગથી પાણી વિતરણની પ્રક્રિયા ૧૫૫ જેટલા ધરોના અંદાજીત ૭૦૦ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ

સાકરપાતળ ગામમાં મોબાઇલ ફોનના સ્માર્ટ ઉપયોગથી પાણી વિતરણની પ્રક્રિયા ૧૫૫ જેટલા ધરોના અંદાજીત ૭૦૦ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ

  કેતન પટેલ, ડાંગ: ચારેકોર પાણીની બૂમરાણ મચી છે, ત્યારે ડાંગના દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં મોબાઇલ નેટવર્કની પણ અનેક મર્યાદાઓ છે છતાં, સાકરપાતળની પાણી સમિતિએ મોબાઇલ ફોનના સ્માર્ટ ઉપયોગ થકી પાણી વિતરણની આધુનિક વ્યવસ્થા ગોઠવી અન્ય પાણી વિતરણ સંસ્થાઓને શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

  વાત વહેલી ગળે ઉતરે તેવી નથી પરંતુ આ વાત સો ટકા સાચી છે. વધઈ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા સાકરપાતળ મૂળ ગામમાં મોબાઇલ ફોનના સ્માર્ટ ઉપયોગથી પાણી વિતરણની પ્રક્રિયા ૧૫૫ જેટલા ધરોના અંદાજીત ૭૦૦ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. સને ર૦૧૧થી પાણી સમિતિના સંચાલકો દ્વારા તેને સફળ રીતે ચલાવવામાં આવી રહી છે. પાણી સમિતિના સફળ વહિવટને કારણે આ સંસ્થાએ અનેક ઈનામ પોતાને નામે કર્યા છે.

  વાત જાણે એમ છે કે, ડાંગની લોકમાતા અંબિકા નદીના પટમાં ૬ મીટર વ્યાસ અને ૧પ મીટર ઊંડાઈ ધરાવતા કૂવામાંથી એકાદ કિલોમીટર લાંબી પાઇપ લાઇન નાંખી ડુંગર ઉપર તૈયાર કરાયેલી જુદી જુદી ૩ ટાંકીઓ, કે જેમની કુલ ક્ષમતા પપ હજાર લીટરની છે. તેમાં પાણી નાંખી ત્યાંથી ઘરે-ઘર સુધી અવિરત પાણી પુરવઠો પહોંચાડતી આ યોજનાના સંચાલનને વધુ સરળ બનાવતા કૂવા સાથે જોડેલી મોટરને ચાલુ તેમજ બંધ કરવા માટે અવાર નવાર કોતરો ન ખૂંદવી પડે તે માટે અહીં અઘતન મોબાઈલ ટેકનોલોજીના ઉપયોગ થકી દૂર બેઠા બેઠા કે ગામ પર ગામથી પણ પાણી સમિતિના ઓપરેટર દ્વારા મોટર ચાલુ બંધ કરીને પપ હજાર લીટર પાણીનું સ્ટોરેજ કરી દેવામાં આવે છે.

  પાણી સમિતિના ઓપરેટર ગુલાબભાઈ દીવા સ્માર્ટ ફોનનો બખૂબી ઉપયોગ કરીને મોટર સાથે મોબાઇલ ટેકનોલોજીને જોડીને દૂર બેઠા બેઠા પણ મોટર ચાલુ બંધ કરવાની તકનિક અજમાવી અંબિકાના કોતરોમાં ઉતર્યા વિના જ પપ હજાર લીટર પાણીની ટાંકી ભરીને ગ્રામજનોને પાણીની મુશ્કેલી ન વેઠવી પડે તેની કાળજી રાખી રહ્યાં છે. પાણીની મોટર સાથે જોડાયેલા સીમકાર્ડના નંબર ઉપર માત્ર મીસકોલ મારવાથી મોટર ચાલુ અને બંધ કરી શકાય છે. જેથી તેઓ ગામમાં હોય કે બહારગામ પણ પાણીની મોટર ચાલુ કરવા રૂબરૂ જવાની ઝંઝટમાંથી તેઓ મુક્ત રહે છે.

  સાકરપાતળની આ પાણી પુરવઠા યોજનાનો કૂવો અંબિકાના કોતરમાં તથા પાણી સ્ટોરેજ માટેની ટાંકી ડુંગર ઉપર આવેલી છે. આ બંન્ને વચ્ચે તાદાત્મ્ય સાધતા અનેક ઓપરેટરો કંટાળો અનુભવતા હતા. ત્યારે વાસ્મોના ઈજનેરોએ મોબાઈલ ટેકનોલોજીના માધ્યમથી આ સમસ્યાનો હલ શોધી પાણી સમિતિના સંચાલકોને ગળે વાત ઉતારતા આજે એક સમયે ખૂબ જ કપરૂ લાગતુ કામ આંગળીના ટેરવે મીસકોલ મારવા જેટલુ સહેલુ થઇ ગયું છે.

  એક સમયે પોતાનું તમામ કામ સાઈડે મુકીને આ ગામની મહિલાઓએ પાણી શોધવા માટે નીકળવા પડતું હતું. તો ઘણીવાર છોકરા ઓ પણ શાળાએ જઈ શકતા ન હતા. ત્યારે પાણી સમિતિની આ કામગીરીથી હવે લોકોના ઘરે ઘરે નળ કનેક્શન આવી ગયું છે અને ઘર બેઠા પાણી મળતા તેઓ પોતાના અન્ય કામો સમયસર કરી શકે છે.

  ઉલ્લેખનીય છે કે, પાણી સમિતિની કાર્યદક્ષતા અને સરળ વહિવટને જોવા અને જાણવા તથા તેમનામાંથી પ્રેરણા મેળવવા માટે રાજ્યભરના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો સાકરપાતળની મુલાકાતે આવી રહ્યાં છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Dang, Home, Use, Used, મોબાઇલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन