સુરત: દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે થોડી નોક-જોક થતી જ હોય છે. પરંતુ, ક્યારેક ગુસ્સામાં વ્યક્તિ એવું કરી બેસે છે કે, પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં પતિ-પત્ની વચ્ચે રોજે-રોજ પારિવીરીક ઝગડો થતો હતો, જેમાં આવેશમાં આવી પત્નીએ પત્નીને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી. આ મામલે હત્યાનો ગુનો નોંઘી પતિની દરપકડ કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસરા, સુરતના ચોકબજાર ખાતે પતિ પત્નીના ઝગડાએ એટલું મોટું સ્વરૂપ લઇ લીધું કે, આવેશમાં આવેલો પતિ પત્નીને પહેલા ઘરેથી બહાર પોતાની રિક્ષામાં લઇ ગયો બાદમાં આવેશમાં આવી જઈને પત્નીને ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સામાન્ય બાબતે પતિ પત્નીના ઝગડામાં પતિએ એંવું કરી નાખ્યું કે, તમે પણ સાંભળીને વિચારમાં પડી જશો. સુરતના ચોકબજાર ખાતે આવેલ રાજુ નગર ખાતે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચાલવતા જીતેંદ્ર અરવિદ પટેલને છેલ્લા કેટલાક સમયથી પત્ની ગીતા બહેન સાથે પારિવારિક ઝગડો ચાલતો હતો.
આ પણ વાંચો - સુરત: રત્નકલાકારના કુટુંબના 11 લોકોને કાળ ભરખી ગયો, 4 બાળકો ગામડેથી દિવાળી કરવા આવ્યા હતા
આ ઝગડાને લઈને કંટાળેલ પતિ તારીખ 17ના રોજ દારૂ પીને ઘરે જતા પત્ની સાથે માથાકૂટ થઈ હતી. જોત જોતામાં ઝગડો ઉગ્ર સ્વરૂપ લઇ લેતા પતિ પત્ની વચ્ચે મારામારી પણ થઈ હતી. જોકે ત્યારબાદ મામલો થાળે પડ્યા બાદ, આ બાબતે અદાવત રાખીને પતિ પત્નીને રાત્રે પોતાની રિક્ષામાં બેસાડી નજીકની એક જગ્યા પર ફરવા લઇ ગયો હતો અને આવેશમાં આવી તેણે પત્ની પાસે રહેલો દુપટ્ટો લઇને તેને ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી.
નવસારી: ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો, અકસ્માતમાં પટેલ પરિવારના 3 યુવકના મોત
જોકે આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી ગઈ, અને આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જ્યાં આ મહિલાની હત્યા તેના પતિએ કરી હોવાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી હતી.