Home /News /south-gujarat /અંગ્રેજો સમયથી ચાલી આવતી પ્રથા તૂટશે? ડાંગ દરબારનો કાર્યક્રમ ઉજવવાની રાજાઓની માંગ, તંત્રએ કર્યો રદ્દ

અંગ્રેજો સમયથી ચાલી આવતી પ્રથા તૂટશે? ડાંગ દરબારનો કાર્યક્રમ ઉજવવાની રાજાઓની માંગ, તંત્રએ કર્યો રદ્દ

ડાંગ દરબારની તસવીર

પાંચ રાજાઓને સાદાઈ પૂર્વક કાર્યક્રમ યોજીને તેઓનું સન્માન કરવામાં આવશે. હાલ કોરોનાં સંક્રમણનો ફેલાવો થયો હોવાનાં કારણે તંત્ર સજાગ છે તેમજ પોલીસ દ્વારા જિલ્લાની તમામ બોર્ડર ઉપર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

કેતન પટેલ, ડાંગઃ ભારતમાં એકમાત્ર ફક્ત ડાંગ જિલ્લાને (Dang) રાજકીય પોલિટિકલ પેંશન આપવામાં આવે છે. અંગ્રેજોના સમયકાળથી ચાલી આવતી આ પ્રથા આજેપણ અકબંધ છે. હોળી તહેવારનાં (Holi festival) પાંચ દિવસ અગાઉ ડાંગનાં મુખ્ય મથક આહવા (Ahw) ખાતે પાંચ રાજાઓ તેમનાં ભાઈબંધને બોલાવી પોલિટિકલ પેંશન એનાયત કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાં કાળની પરિસ્થિતિનાં કારણે કલેક્ટર કચેરીમાં (Collector's Office) બંધ બારણે આ કાર્યક્રમ યોજવાનો છે.

ત્યારે ડાંગનાં પાંચે રાજાઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓની માંગ છે કે સોસીયલ ડિસ્ટનસિંગ સાથે જાહેરમાં રાજ્યના બંધારણીય વડા દ્વારા તેઓનું સન્માન કરવામાં આવે જો જાહેરમાં સન્માન નહીં કરવામાં આવે તો રાજાઓ આમરણ ઉપવાસ તેમજ ડાંગ દરબાર નાં બહિષ્કાર ની ચીમકી આપી છે.  ડાંગનાં રાજાઓને મુખ્ય માર્ગ આહવામાંથી બગીઓમાં બેસાડીને દરબારની ચોક્કસ જગ્યાએ રાજયપાલ નાં હસ્તે પોલિટિકલ પેંશન એનાયત કરવામાં આવે છે.

પરંતુ ગત વર્ષે રાજ્યપાલ વિદેશ પ્રવાસમાં હોઈ આરોગ્ય મંત્રી કિશોર કાનાંણીનાં હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાબતે પણ રાજાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ અગાઉ રાજ્યપાલ ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે વાસુરણા સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા રાજ્યપાલ ને અરજ ગુજરવામાં આવી હતી કે રાજ્યપાલ દ્વારા જે રાજાઓનું સન્માન કરવામાં આવે છે તે પરંપરા જળવાઈ રહે અને રાજાઓને યોગ્ય ભથ્થામાં પોલિટિકલ પેંશન આપવામાં આવે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

ડાંગ જિલ્લાનાં પાંચ રાજાઓ દ્વારા ભેગાં થઈ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં તેઓ જણાવે છે કે નેતાઓના મોટા મેલાવડા થાય છે તેઓની રેલીઓ ને છુટ મળે છે. ત્યારે ઐતિહાસિક ડાંગ દરબાર ની પરંપરા ને કેમ તોડવામાં આવી રહી છે. રાજાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોરોનાં કાળની પરિસ્થિતિ છે પરંતુ સોસીયલ ડિસ્ટનસિંગ સાથે મર્યાદિત લોકો સામે જાહેરમાં રાજયપાલ નાં હસ્તે તેઓનું સન્માન થાય તેમજ તેઓનાં શાલિયાણામાં વધારો કરવામાં આવે.

આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

આ પણ વાંચોઃ-રાજકોટ : જાણીતા ગાયક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં થયું 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ, જુઓ LIVE VIDEO

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  જે  ડાંગ દરબાર ઐતિહાસિક મેળો યોજાય છે જ્યાં દર વર્ષે ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન તેમજ દેશ વિદેશનાં પાંચ લાખ લોકો મેળાની મુલાકાતે આવે છે. હાલ કોરોનાં કાળમાં ગુજરાત સરકાર દ્વારા તમામ મેળાઓ બંધ જાહેર કર્યા છે. ત્યારે પાંચ રાજાઓને સાદાઈ પૂર્વક કાર્યક્રમ યોજીને તેઓનું સન્માન કરવામાં આવશે. હાલ કોરોનાં સંક્રમણનો ફેલાવો થયો હોવાનાં કારણે તંત્ર સજાગ છે તેમજ પોલીસ દ્વારા જિલ્લાની તમામ બોર્ડર ઉપર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓને 1842થી ચાલું થયેલા ડાંગ દરબારની પરંપરા જળવાઈ રહેવી જોઈએ જેમાં હાલ કોરોનાંની કપરી પરિસ્થિતિ છે ત્યારે ડાંગ દરબાર હોલ અથવા જાહેરમાં મંડપ પાડી ને ડાંગ નાં પાંચ રાજાઓ, 9 નાયકો, અને 664 ભાઈબંધોને બોલાવી તેઓનું સન્માન કરવામાં આવે અને આ પરંપરાને જાળવી રાખવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ડાંગ દરબાર યોજવા બાબતે તેઓ ફેક્સ દ્વારા રાજયપાલને જાણ કરશે અને જો તેઓની માંગ પુરી કરવામાં નહિ આવે તો તેઓ આમરણ ઉપવાસ ઉપર ઉતરી જશે.
First published:

Tags: Coronavirus, Dang, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો