ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ગિરમાળ ગામના આદિવાસી પતિ-પત્ની અને 2 પાડાઓ ગીરા નદીમાં તણાઈ ગયાના સમાચાર મળી રહ્યાં છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ગીરા નદીના વ્હેણના ધસમસતા પ્રવાહમાં આ દંપતી તણાયું હતું. મળતા સમાચાર અનુસાર ખેતરમાં ભેંસ અને પાડા ધસમસતા ગીરા નદીના વહેણથી બચાવવાની કોશિશમાં પત્ની અને પતી પણ પશુઓની સાથે તણાઈ ગયા હતા.
તણાય ગયેલા વ્યક્તિનું નામ નવસુભાઈ કાળુ ભાઈ ગાંવિત છે. જેઓ વહેલી સવારે પોતાના ખેતરમાં પશુઓને વ્યવસ્થિત ઠેકાણે લઈ જવા માટે ગયા હતા. જો કે, ભારે વરસાદના કારણે ગીરા નદીના પ્રવાહમાં ધરખમ વધારો થયો હતો અને અચાનક જ પુર આવી પુર આવી જતાં નવસુભાઈની સાથે-સાથે તેમની પત્ની અને પશુઓ પણ તણાઈ ગયા હતા.
તણાય ગયેલ દંપતિને શોધવા ગ્રામજનો અને વનવિભાગે શોધખોળ શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લાની સરહદને અડીને આવેલ મલંગદેવ ગામના મનીલભાઈ ગામીત નામની વ્યક્તિના બે બાઈક પણ ગીરા નદીના પ્રવાહમાં તણાઈ ગયા છે. તે ઉપરાંત ટીમ્બરથવા ગામે ડેમ ધોવાતા આસપાસના ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર