સુરતમાં ચેતવણી રૂપ કિસ્સો! 'પરીવારે મોબાઈલ સાથે પકડી', તો ધોરણ 8ની વિદ્યાર્થિનીએ બીકમાં કર્યો આપઘાત

સુરતમાં ચેતવણી રૂપ કિસ્સો! 'પરીવારે મોબાઈલ સાથે પકડી', તો ધોરણ 8ની વિદ્યાર્થિનીએ બીકમાં કર્યો આપઘાત
13 વર્ષની દીકરીએ આપઘાત કર્યો

છેલ્લે ઉલટી કરતા-કરતા બોલી 'પપ્પા.. પપ્પા એક વાત કહું મેં દવા પીધી છે', સવારે દીકરીએ છેલ્લો શ્વાસ લઈ પરિવારને રડતા કરી દીધા. એક એક નાનકડી વાતનો જવાબ આપવાને બદલે, જિંદગીની સાથે પરિવારને જવાબ આપી દીધો.

  • Share this:
સુરત : શહેરમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, તેમના બાળક જો મોબાઇલ વાપરતા હોય તો ધ્યાન રાખજો નહીં તો પરિવારની બીકથી ન કરવાનું કરી બેસતા હોય છે. જોકે અહીંયા એક કિશોરી મોબાઈલ ફોન સાથે પકડાઈ હતી અને આ મોબાઈલ ફોન ક્યાંથી આવ્યો છે અને પરિવાર તેને બોલશે તે બીકે કિશોરીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજના જમાનામાં દરેક પરિવારમાં બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે કેટલાક પરિવાર આજે પણ પોતાના બાળકોને મોબાઈલ ફોનથી દુર રાખવાની કોશિશ કરે છે, ત્યારે અહીંયા પરિવારની જાણ બહાર પરિવારની દીકરી મોબાઈલ ફોન ઉપયોગ કરતી હતી અને તે મોબાઈલ ફોન સાથે પરિવારમાં ઝડપાઈ ગયા બાદ ના કરવાનું કરી બેસી હતી. સુરત નજીક તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ એક ગામમાં પોતાના પરિવાર સાથે રહેતી 13 વર્ષની દીકરી તેજસ્વી ધોરણ 8 અભ્યાસ કરતી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસથી પરિવારની દીકરી ફોન વાપરતી હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું.



આ પણ વાંચોસુરત : પતિ-પત્નીનો પ્રેમ! વતનથી આવ્યા પત્નીના આપઘાતના સમાચાર, 2 કલાકમાં જ પતિએ આપઘાત કરી લીધો

આ બાબતે તેની પૂછપરછ કરી હતી. ફોન કોણે આપ્યો તેવું પૂછ્યું પણ કશું બોલી ન હતી. એટલે થોડો ગુસ્સો કર્યો હતો, ત્યારબાદ બધા જ પોત-પોતાના કામે લાગી ગયા હતા. 11 ફેબ્રુઆરીના રોજ મળસ્કે તેજસ્વીની તબિયત બગડી હતી. ઉલટી કરતા-કરતા બોલી 'પપ્પા.. પપ્પા એક વાત કહું મેં દવા પીધી છે'. આ વાત સાંભળી ધ્રુજારી આવી ગઈ હતી, અને ભાન ભૂલેલી દીકરીના આવા કૃત્ય બાદ તેને ગંભીર હાલતમાં જ મોપેડ ઉપર તાત્કાલિક ગામના દવાખાને લઈ ગયા હતા. જયાંથી 108માં વ્યારા રેફરલ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે દીકરીએ છેલ્લો શ્વાસ લઈ પરિવારને રડતા કરી દીધા હતાં.

આ પણ વાંચોસુરેન્દ્રનગર: ખ્યાતનામ વેપારીના ઘરેથી મળ્યો મોટો દારૂનો જથ્થો, કેમ શરૂ કર્યો દારૂનો ધંધો? કર્યો ખુલાસો

દીકરી ભણવામાં હોશિયાર હતી. જોકે પરિવારના લોકો બોલશે તે વાતની બીકમાં આ પગલું ભરી લીધું હતું. જેનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે ધોરણ-8 માં અભ્યાસ કરતી દીકરી પાસેથી અચાનક મોબાઈલ ફોન મળી આવવો તે પરિવાર માટે આઘાત જનક હતું. પાછળથી ખબર પડી કે, પાડોશીએ આપ્યો હતો. હવે દીકરી ગુમાવ્યા બાદ પાડોશી યુવકને કહીને પણ શું ફાયદો, તેજસ્વી ખૂબ હોશિયાર અને ઘરમાં બધાની લાડકી હતી. એક નાનકડી વાતના જવાબ આપવાને બદલે એણે જિંદગીની સાથે પરિવારને જવાબ આપી દીધો એ દુઃખદ કહી શકાય.
Published by:kiran mehta
First published:February 19, 2021, 20:38 pm

ટૉપ ન્યૂઝ