સુરત : પ્રેમિકાએ બરબાદ કર્યો! પહેલા સાંભળ્યા ગમના ગીતો, પછી અંતિમ સિગારેટ પી યુવાને કર્યો આપઘાત

પ્રતિકાત્મક તસવીર

સતત પૈસા માટે પરેશાન કરતી હતી, અંતે તેનું ઘર સુદ્ધાં વેંચાઈ ગયું હતું. મરનાર યુવાન બે બાળકોનો પિતા પણ હતો, બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

  • Share this:
સુરત : એક યુવાને આમદાવાદની એક મહિલા સાથે પ્રેમ થયા બાદ તેની સાથે આ યુવાનને અનૈતિક સંબંધ હતા. જોકે મહિલા આ યુવક પાસે સતત રૂપિયાની માંગણી કરતી હતી, જેને લઈને ગતરોજ આ યુવાન સતત માનસિક ટેન્સનમાં રહેતો હતો, ત્યારે ગતરોજ પોતાના મોબાઇલમાં ગમના ગીતો વગાડતા અને સિગારેટ પીતા પીતા ગળે ફાંસો કહીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે, તેમાં પણ સામાન્ય બાબતે માનસિક તણાવ અનુભવતા યુવાનો સૌથી વધુ આપઘાત કરી રહ્યા છે, ત્યારે સુરતના ડિંડોલી નવાગામ સ્થિતિ ગંગોત્રીનગરમાં રહેતો સીતારામ બોકડે લેસ મશીનના કારખાનામાં માસ્તર તરીકે નોકરી કરતો હતો.

આ પણ વાંચોવલસાડ : પત્નીથી કંટાળેલા પતિએ આપઘાત પહેલા Video બનાવ્યો, જુઓ - રડતી આંખે જણાવી દર્દભરી કહાની

પ્રાપ્ત માહિતી અનુસાર, સીતારામ નામનો આ યુવાન આ છેલ્લા બે-અઢી વર્ષથી અમદાવાદની એક પરિચિત મહિલાના સંપર્કમાં આવ્યો હતો, ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. આ પ્રેમ સબધમાં આ યુવાને મહિલા સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા. જોકે અમદાવાદની મહિલા તેને સતત પૈસા માટે પરેશાન કરતી હતી, અંતે તેનું ઘર સુદ્ધાં વેંચાઈ ગયું હતું. તેમ છતાં મહિલાએ પૈસાની માગ શરૂ રાખતા માનસિક રીતે પડી ભાંગેલો યુવાન માનસિક તણાવ અનુભવી રહ્યો હતો.

આ પણ વાંચોરાજકોટ : કુટુંબીના અંતિમ ક્રિયામાં જતા દંપતીનો અકસ્માતનો Live video, મહિલાનું મોઢું છુંદાયું

આખરે ગતરોજ આવેશમાં આવી પોતાના મોબાઈલમાં ગમના ગીતો વગાડતા અને સિગારેટ પીતા પીતા છતના પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટનાની જાણકારી પાડોશીઓને અને પરિવારને થતા તે તાત્કાલિક આ મામલે પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. તમને જણાવી દઈએ કે, આ યુવાન પરિણીત હતો, તેના પરિવારમાં તેની પત્ની સાથે બે બાળકો અને પિતા પણ હતા, અચાનક જવાનજોધ પુત્રએ આપઘાત કરી લેતા પિતા તૂટી પડ્યા હતા અને બાળકના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ જતા શોકનો માહોલ સર્જાયો હતો.
Published by:kiran mehta
First published: