વરસાદ પડતાંની સાથે જ ચારે બાજુ વનરાઇ ઉગી નીકળી છે. એવામાં ગુજરાતના અનેક એવા સ્થળો છે જે હિલ સ્ટેશન બની જાય છે. આવું જ એક હિલ સ્ટેશન છે આહવા-વઘઇ રોડ પર આવેલો શિવ ધોધ. શિવ ધોધ ગુજરાતભરમાં ફેમશ છે, અહીં રાજ્યભરમાંથી લોકો ઉમટી પડે છે.
આહવા-વઘઇ રોડપર આવેલો શિવ ધોધ ફરીથી ખીલી ઉઠ્યો છે. કુદરતના આ અદભુત નજારાને જોવા માટે લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. ચોમાસામાં ચારેતરફ ખીલી ઉઠતી વનરાજી અહીંના સૌદર્યને વધુ ખીલવે છે. ડાંગનું જિલ્લાનું મુખ્ય મથક આહવામાં આવેલું છે. જિલ્લાની ગીરીમાળામાંથી લોકમાતા કહેવાતી અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીર, સર્પગંગા જેવી નદીઓ વહે છે. તો વળી સાગ, સાદડ, અને વાંસના જંગલો આવેલા છે.
જિલ્લાની ગીરીમાળામાંથી લોકમાતા કહેવાતી અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીર, સર્પગંગા જેવી નદીઓ વહે છે.
ડાંગ જિલ્લો અનેક ઔષધિય વનસ્પતિથી ધેરાયેલું છે. જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ છે. અને તેવામાં મહાભારત કાળની સંસ્કૃતિમાં કંડારાયેલી પાંડવોની ગુફા. એવું મનાય છે કે પાંડવોએ આ સ્થળે રહીને ભગવાન શિવની આરાધના કરી હતી અને તે પુરવાર કરતુ એ સમયનું શિવલિંગ પણ અહીં આવેલું છે. આ ગુફાઓને અરાવેલમ ગુફાઓ પણ કહેવામાં આવે છે.
આહવા-વઘઇ રોડપર આવેલો શિવ ધોધ ફરીથી ખીલી ઉઠ્યો છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર