Home /News /south-gujarat /Suicide: ડાંગના આહવામાં પોલીસ કર્મચારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પત્ની ડિલિવરી માટે પિયર ગઈ હતી

Suicide: ડાંગના આહવામાં પોલીસ કર્મચારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પત્ની ડિલિવરી માટે પિયર ગઈ હતી

મૃતક પોલીસ કર્મચારી

Dang Crime News: 30 વર્ષીય દીપકભાઈ કાશીરામ ભાઈ જગતાપ અગમ્ય કારણોસર આહવાના (Ahwa) ટીમ્બર ડેપો (Timber depot) નજીક આવેલા જંગલમાં ગળે ફાસો (suicide)ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.

    કેતન પટેલ, ડાંગ:ડાંગ જિલ્લાના (Dang) સાપુતારા પોલીસ મથકે (saputara police station) ફરજ બજાવતા 30 વર્ષીય દીપકભાઈ કાશીરામ ભાઈ જગતાપ અગમ્ય કારણોસર આહવાના ટીમ્બર ડેપો નજીક આવેલા જંગલમાં ગળે ફાસો (suicide)ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.

    મળતી માહિતી મુજબ સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા દીપકભાઈ જગતાપની પત્ની પિયરમાં ડિલિવરીએ ગઈ હોય તેઓ એકલા આહવા ખાતે રહેતા હતા. સોમવારે આહવા બોરખેત માર્ગ ઉપર આવેલ ટીમ્બર ડેપો નજીકના જંગલમાં વૃક્ષ પર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં ગ્રામજનોને જોવા મળ્યા હતા.

    જેના પગલે લોકોએ આહવા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક પોલીસ જવાન દીપકભાઈની લાશનો કબજો મેળવી સગા સંબંધીઓને જાણ કરી પી.એમ.માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી.આહવા પોલીસે તપાસ હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છેકે ક્રાઈમની એક અન્ય ઘટના અંગે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના (Rajkot news) જેતપુરમાં (Jetpur) એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો (OMG murder) સામે આવ્યો છે. જે કિસ્સામાં પૂર્વ પતિએ પોતાના ભાઈના દીકરા સાથે મળી પોતાની જ પૂર્વ પત્નીની હત્યા (ex wife murder) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

    ત્યારે સમગ્ર ઘટના દીકરીની નજર સમક્ષ ઘટી હોવાનું નિવેદન તેણે મીડિયા (daughter statement) સમક્ષ આપ્યું છે. મીડિયા સાથેની (Media) વાતચીતમાં દીકરી કઈ રીતે તેના પિતા તેમજ તેના કાકાના દિકરાએ તેની માતાની હત્યા કરી છે તે સમગ્ર બનાવ વર્ણવ્યો છે. ત્યારે સમગ્ર મામલે જેતપુર શહેર પોલીસ (Jetpur city police) દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ પારિવારિક ઝઘડામાં મહિલા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, પતિ સાથે લાંબા સમયથી ચાલતો હતો વિવાદ








    Published by:ankit patel
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन