ગુજરાત કી આંખો કા તારા: સાપુતારામાં આજથી દિવાળી ફેસ્ટિવલનો પ્રારંભ

News18 Gujarati
Updated: November 3, 2018, 12:25 PM IST
ગુજરાત કી આંખો કા તારા: સાપુતારામાં આજથી દિવાળી ફેસ્ટિવલનો પ્રારંભ
ફાઇલ તસવીર

ગુજરાત કી આંખો કા તારા, એટલે સાપુતારા સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ખૂબસુરત ગિરિમથક આખે આજથી એટલે કે 3 નવેમ્બરથી 23 દિવસ માટેના દિવળાી ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

  • Share this:
ગુજરાત કી આંખો કા તારા, એટલે સાપુતારા સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ખૂબસુરત ગિરિમથક આખે આજથી એટલે કે 3 નવેમ્બરથી 23 દિવસ માટેના દિવળાી ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.જેનું ઉદ્ઘાટન ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય વન તથા આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરના હસ્તે સાંજે 8 વાગ્યે કરવામાં આવશે.

કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, ધારાસભ્ય મંગળભાઇ ગાવિત પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ડાંગ કલેક્ટર બી.કે. કુમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે વઢવાણિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી હાજરી આપશે.

દિવાળી ફેસ્ટિવલના કાર્યક્રમો

તા.4 નવેમ્બરના રોજ પણ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો
5મીના રોજ હિન્દી ફિલ્મી ગીતનો કાર્યક્રમ ઓરકેસ્ટ્રા,
6ના રોજ મેજીક શો.7મીએ દિવાળીના દિવસે સ્પેશિયલ દિવાળી ગીતો
8મીએ વર્ષની ધમાલ ડીજેના સંગ
9મીના રોજ એક સાંજ ગુજરાતી ગીતો સાથે
10મીએ જૂના નવા ફિલ્મી ગીતો
11મીએ ઓરકેસ્ટ્રાના સથવારે અંતાક્ષરી
12મીએ ઓરકેસ્ટ્રા
13મીએ ગઝલ
14મીએ હાસ્ય દરબાર
15મીએ સ્થાનિક આદિવાસી નૃત્યોની રમઝટ
16મીએ મેજીક શો
17મીએ ડાયરો
18મીએ જૂના નવા ફિલ્મી ગીતો
19મીએ અંતાક્ષરી
20મીએ શામ એ ગઝલ
21મીએ સ્થાનિક નૃત્યો
22મીએ હાસ્ય દરબાર
23મીએ કરાઓકે શો
24મીએ ઓરકેસ્ટ્રા
25મી નવેમ્બરના રોજ સમાપન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
First published: November 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading