નિસર્ગ વાવાઝોડાની અસર : સાપુતારામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ

News18 Gujarati
Updated: June 3, 2020, 10:30 AM IST
નિસર્ગ વાવાઝોડાની અસર : સાપુતારામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ
ડાંગમાં વરસાદ.

નિસર્ગની અસરને પગલે ત્રીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી.

  • Share this:
સાપુતારા : નિસર્ગ વાવાઝોડા (Nisarg Cyclone)ને પગલે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં આજે ભારે વરસાદ (Rain Forecast)ની આગાહી આપવામાં આવી છે. જોકે, અહીં રાહતના સમાચાર એ છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે (Gujarat Coast) નહીં ટકરાય. આજે બપોર પછી મુંબઈ (Mumbai)ના અલીગઢ ખાતે આ વાવાઝોડું ટકરાશે. ગુજરાતના કેટલાક સ્થળો પર વરસાદની આગાહી વચ્ચે આજે ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

સાપુતારામાં સવારે ધીમા પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. બીજી તરફ વાવાઝોડાની અસરને પહોંચવળવા માટે તંત્ર તરફથી તમામ તૈયારી કરી દેવામાં આવી છે.

નિસર્ગની અસરને પગલે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી :

નિસર્ગની અસરને પગલે દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા અને ભરૂચ તેમજ ચોથી જૂનના રોજ નર્મદા, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

 

ખેડામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

મંગળવારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસરને પગલે ખેડા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.. જિલ્લાના નડિયાદ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. ભારે પવનને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. એટલે કે પ્રથમ વરસાદમાં જ મધ્ય ગુજરાત વીજ કંપનીની પોલ ખુલી ગઈ છે. નડિયાદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.

Poll :


First published: June 3, 2020, 10:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading