તાપી : 40 હજાર પડાવી પણ ધરાયો નહીં કોન્સ્ટેબલ, 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

વ્યારામાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

વ્યારા હેડક્વાર્ટમાં ફરજ બજાવતા આર્મ પો.કોન્સ્ટેબલ યશવંત સોનુભાઈ પવારે ટેમ્પોને અટકાવીને તેની પાસેથી લાંચ માંગી

 • Share this:
  કેતન પટેલ, તાપી : પોલીસ વિભાગ લાંચ લેવાના મામલે સૌથી બદનામ થઈ ગયો છે, ભ્રષ્ટાચારના મામલામાં પોલીસ તંત્ર સૌથી અવલ્લ નંબર પર છે. રોજે-રોજ એસીબી દ્વારા સરકારી બાબુઓની પોલ ખુલ્લી પાડી લાંચીયા અધિકારીઓને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ડાંગ જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલ એસીબીના હાથે લાગી ગયો છે, જે 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.

  પ્રાપ્ત માહિતી અનુસરા, વાલોડથી પોતાના ઘરે ટેમ્પો મહિન્દ્રા મેક્સ પીકઅપ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હોય છે. આ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા, હેડક્વાર્ટમાં ફરજ બજાવતા આર્મ પો.કોન્સ્ટેબલ યશવંત સોનુભાઈ પવારે ટેમ્પોને અટકાવીને તેની પાસેથી લાંચ માંગી હતી. 40 લીધા બાદ 10 હજાર રૂપિયા ન આપે તો ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી લાંચ લેતા કોન્સ્ટેબલને ACBએ ઝડપી લઈ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  સુરત : લાંચીયો પોલીસકર્મી ACBના સકંજામાં, 4000ની લાંચની લાલચ ભારે પડી ગઈ, ત્રણની ધરપકડ

  સુરત : લાંચીયો પોલીસકર્મી ACBના સકંજામાં, 4000ની લાંચની લાલચ ભારે પડી ગઈ, ત્રણની ધરપકડ

  40 હજાર મળ્યા બાદ પણ ધરાયો નહીં

  ફરીયાદી પોતાની મહિન્દ્ર મેક્સ પીકઅપ લઇને વાલોડથી પોતાના ઘર તરફ જઇ રહેલા હોય છે. તે દરમ્યાન વ્યારા ખાતે કોન્સ્ટેબલ યશવંત દ્વારા અટકાવવામાં આવે છે. ફરીયાદીની પીકઅપ ટેમ્પો પોતાના ઘરે મુકાવી દીધેલી હતી. તેમજ ફરીયાદીને સાગી લાકડાની હેરફેરના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ગાડી છોડાવવા માટે રૂપિયા દોઢ લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ વાટાધાટોના અંતે રૂપિયા પચાસ હજારની લાંચની માંગણી કરી જે પૈકી રૂપિયા 40 હજાર કોન્સ્ટેબલે ફરીયાદી પાસે લઇ ફરીયાદીની પીકઅપ કાર પરત આપી દીધી હતી.

  સુરત : બસ-ટ્રેનમાં મુસાફરી કરતા સમયે સાવધાન! મફતનો બિસ્કીટનો એક પીસ રૂ. 2.45 લાખમાં પડ્યો

  સુરત : બસ-ટ્રેનમાં મુસાફરી કરતા સમયે સાવધાન! મફતનો બિસ્કીટનો એક પીસ રૂ. 2.45 લાખમાં પડ્યો

  10 હજાર લેવા જતા પકડાયો

  બાકીની રકમ રૂપિયા 10 હજાર ન આપે તો ફરીયાદીને ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી. રૂપિયા 10 હજાર લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી નવસારી ACB નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી ગુનો કર્યો હતો. તાપી જીલ્લા સેવા સદનથી મુસા ગામ તરફ જતા જાહેર રોડ ઉપર, તાપી જીલ્લા સેવા સદનની બાજુમાં લાંચ લેતા કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published: