Home /News /south-gujarat /

ડાંગ-નવસારીની નદીઓમાં ઘોડાપૂર, અનેક ગામો સંપર્ક વિહોણા

ડાંગ-નવસારીની નદીઓમાં ઘોડાપૂર, અનેક ગામો સંપર્ક વિહોણા

    ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારથી મેઘરાજા દર વર્ષની જેમ દક્ષિણ ગુજરાત પર મહેરબાન રહ્યા છે. શનિવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું, હાલમાં પણ થોડા-થોડા અંતરે ધોધમાર વરસાદ  વરસી રહ્યો છે.

    ડાંગ પડેલા ધોધમાર વરસાદના કારણે પુલની રેલીંગ ધોવાઈ જવા પામી હતી. તો કેટલાક કોઝવે પણ પાણીમાં ગરક થઈ જતા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

    ડાંગ જિલ્લામાં પડેલ ભારે વરસાદને પગલે ડાંગની તમામ નદીઓ ગાંડીતુર બની જવા પામી હતી. તો ડાંગ જિલ્લામાં વરેસાલ વરસાદથી સમગ્ર ડાંગ બારે મેઘ ખાંગા જેવો થઈ ચૂક્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં વરેસાલ વરસાદથી વઘઈ સાપુતારા માર્ગ ઉપર આવેલ ચીખલદા અને સુસરદા જેવા અનેક નીચાણવાળા કોઝવે પાણીમાં ગરકાવ થતા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ જવા પામ્યા હતા.

    ધોધમાર વરસાદને પગલે વઘઈ સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યાએ ઝાડો રસ્તા પર પડયા હતા. તો રસ્તા પરથી ઘુંટણ સમા પાણી પસાર થતા મુખ્ય માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો. પાણી ઉતરતા માર્ગને ફરી ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તો વઘઈ સાપુતારા માર્ગ ઉપર આવેલા નાળા તેમજ બ્રિજની રેલીંગ તુટીને પાણીમાં વહી જતા મોટુ નુકશાન થવા પામ્યુ હતુ.

    તો નવસારી જીલ્લામાં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહી રહી છે. જયારે ડાંગમાં ભારે વરસાદના પગલે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં પુરની સ્થિતિ બની છે.

    નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ઉપરવાસના જીલ્લાઓમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે. જેના કારણે નવસારી જિલ્લામાં પણ અંબિકા નદીમાં પુરની સ્થિતિ બની છે. ગણદેવીમાં બપોર બાદ નદીનું જળસ્તર વધતા જિલ્લા તંત્ર પણ સતર્ક બન્યું છે. નદીમાં પાણી વધતા કિનારાનાં ગામોમાં પાણી ભરવા શરુ થયા હતા. જોકે હાલમાં સ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું છે.

    જિલ્લા કલેકટરે તંત્રના તમામ સંબધિત વિભાગોને સતર્ક રહેવા સાથે અધિકારીઓ તેમજ ગ્રામ્ય સ્તરે તલાટીઓને પણ હેડક્વાર્ટર ન છોડવાની સુચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટરે ગણદેવીના ધમડાછા, દેવધા, તલિયારા, સાલેજ, વાઘરેચ, ઘોલ જેવા ગામોની મુલાકાત લઇ સ્થિતિની સમિક્ષા પણ કરી હતી. નદી બંને કાંઠે વહેતા અને સતત વધતા જલાસ્તરને કારણે ગ્રામજનોને નદી કિનારે ન જવાની સુચના આપવામાં આવી છે. સાથે જ ધમડાછા પાસે સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
    Published by:kiran mehta
    First published:

    Tags: Dang, Heavy rains, નવસારી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन