દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ, કપરડામાં સૌથી વધુ 7.6 ઈંચ નોંધાયો

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ, કપરડામાં સૌથી વધુ 7.6 ઈંચ નોંધાયો
કપરાડામાં વરસાદી માહોલ સર્જાયો છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે ધમાકેદાર ઇનિંગ રમી છે.

 • Share this:
  ભરત પટેલ, કેતન પટેલ : સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે ધમાકેદાર ઇનિંગ રમી છે. જેના કારણે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. બારડોલીમાં 58 મિમી, ચોર્યાસીમાં 68 મિમી, કામરેજમાં 75 મિમી, માંડવીમાં 62 મિમી, માંગરોળમાં 62 મિમી,  મહુવામાં 113 મિમી, પલસાણામાં 94 મિમી, ઓલપાડમાં 11 મિમી, ઉમરપાડામાં 92 મિમી,  સુરત સીટીમાં 22 મિમી વરસાદ નોંધાયો છે.

  સાપુતારામાં 66 મિમી વરસાદ  ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદની વાત કરીએ તો આહવામાં 60 મિમી, સુબિરમાં 112 મિમી, વઘઈમાં 204 મિમી, સાપુતારામાં 66 મિમી છે. આજે વહેલી સવારથી ડાંગમાં વરસાદ બંધ છે.

  આ પણ વાંચો : અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં 24 કલાક ભારે વરસાદની આગાહી

  વલસાડમાં નદી નાળા બે કાંઠે

  વલસાડ જિલ્લામાં નોંધાયેલ વરસાદની વાત કરીએ. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાનાં તમામ નદી નાળાઓ બેકાંઠે થયા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદ ઉમરગામમાં 10 મીમી, વલસાડમાં 1.48 ઇંચ, વાપીમાં 1.34 ઇંચ, પારડીમાં 2.24 ઇંચ, ધરમપુરમાં 6.72 ઇંચ તો જિલ્લામાં સૌથી વધુ કપરાડામાં 7.64 ઇંચ વરસાદ ખાબક્યો છે.

  આ પણ જુઓ : VIDEO: વલસાડમાં ભારે વરસાદથી નવા રેલ્વે સ્ટેશનમાં પાણી ભરાતા મુસાફરો પરેશાન

  ધરમપુર સ્કૂલની દિવાલ તૂટી
  રાત દરમિયાન આવેલા ધોધમાર વરસાદને કારણે ધરમપુરના બિલપુડી ગામે આવેલી કેન્દ્ર શાળાની 33 મિટર લાંબી દિવાલ ધસી પડી હતી. જોકે, તેમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. આ સિવાય વલસાડના વાંકલ ગામે અને પરિયા ગામે રસ્તા પર વૃક્ષો તુટી પડવાના બનાવો બન્યા હતા. જેમાં પણ કોઇ જાનહાનિ પહોંચી ન હતી.
  First published:June 30, 2019, 09:38 am

  टॉप स्टोरीज