કેતન પટેલ, ડાંગ : રાજ્યમાં ગત સપ્તાહે યોજાયેલી વિધાનસભાની (Gujarat Bypoll Result) પેટાચૂંટણીના પરિણામ આવે તેની પૂર્વ સંધ્યાએ ડાંગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય (Vijay Patel) પટેલે પરિણા અંગે આગાહી કરી છે. વિજય પટેલે ડાંગમાં કેવું પરિણામ (Dang BJP Candidate) આવશે તેના વિશે પોતાનું મંતવ્ય જણાવ્યું છે. વિજય પટેલના મતે આ વખતે તેમની પાર્ટીનો અને તેમનો વિજય નિશ્ચિત છે. વિજય પટેલે ફક્ત જીતનો આશાવાદ વ્યક્ત નથી કર્યો પરંતુ કેટલા મતોથી તેઓ જીતશે તે પણ જણાવ્યું છે. ડાંગ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ભજપ નાં ઉમેદવારે જીત નો દાવો કર્યો છે. ભાજપ ઉમેદવાર વિજયભાઈ પટેલે 15 હજાર મતોની લીડ થી જીતવાનો દાવો કર્યો છે.8 વિધાનસભા બેઠક પેકી ડાંગમાં સૌથી વધુ મતદાન થયું છે. ડાંગની પેટાચૂંટણીમાં જોરદાર 75.01% મતદાન નોંધાયું છે.
આવતીકાલે 8 વાગ્યાથી મતગણતરીઓ શરૂ થશે. ડાંગ જિલ્લામાં કુલ 75.01 ટકા મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છેડાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ જીતના દાવાઓ કરી રહ્યા છે, ત્યારે વિજય પટેલે જીતનો દાવો કર્યો હતો, અને ડાંગ જિલ્લામાં ભાજપ નું કમળ નો વિજય બનવાની તૈયારી કરી રહ્યાં છે.
ભાજપ પક્ષનાં ઉમેદવાર વિજયભાઈ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે જેની સરકાર છે તેમની જ પાર્ટી નો ઉમેદવાર વિધાનસભા માં મોકલવા માટે જનતાએ નક્કી કરી લીધું છે ત્યારે તેઓની જીત થશે નો દાવો તેમણે કર્યો છે. 15 હજાર મતની લીડ સાથે તેઓનો વિજય થશે એમ તેમણે જણાવ્યું હતું.
આ પેટાચૂંટણીની વાત કરીએ તો વિધાનસભાની 8 બેઠકોમાં કચ્છની અબડાસા, સુરેન્દ્રનગરની લીંબડી, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, વડોદરાની કરજણ, ડાંગ આહવાની ડાંગ, વલસાડની કપરાડા, અને મોરબીની મોરબી-માળિયા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કૉંગ્રેસ પર જંગ છે જ્યારે કેટલાક સ્થાનિક પક્ષો અને અપક્ષો પણ ચૂંટણી મેદાને છે. આ તમામ બેઠકો પર અગાઉ કૉંગ્રેસના ધારાસભ્યો સત્તા પર હતા.
આઠ બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 102 ઉમેદવારના ફોર્મ માન્ય ઠર્યાં હતાં. જેમાંથી 21 ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા હવે આઠ બેઠક પર 81 ઉમેદવારો વચ્ચે વચ્ચે ચૂંટણી જંગ જામશે. વિધાનસભામાં આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે: 01-અબડાસા, 61-લીંબડી, 65-મોરબી, 94-ધારી, 106-ગઢડા (અ.જા.), 14-કરજણ, 173-ડાંગ (અ.જ.જા) અને 181-કપરાડા. ગુજરાતમાં આઠ બેઠક માટે આગામી ત્રીજી નવેમ્બરના રોજ મતદાન થયુ હતું. જે બાદમાં મંગળવારે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર