ક્યાંક બંધ તો ક્યાંક ચક્કાજામઃ આદિવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો કર્યો વિરોધ

ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સાપુતારામાં સજ્જડ બંધ પાળ્યું હતું.

હાઇવેના બંન્ને બાજુના રોડ પર ટાયરો સળગાવીને મોટી સંખ્યામાં આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

 • Share this:
  આજે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું લોકાર્પણ કર્યું છે. જેમાં પીએમ મોદી દાવા કરે છે કે આને કારણે આદિવાસીઓને રોજગાર મળશે. ત્યારે બીજી બાજુ ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સાપુતારામાં સજ્જડ બંધ પાળ્યું હતું. આ ઉપરાંત નવસારીના ચીખલામાં આદિવાસીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં પણ આદિવાસીઓનો વિરોધ જોવા મળ્યો હતો.

  સાપુતારામાં સજ્જડ બંધ

  આ મામલે મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીના વિરોધમાં સાપુતારા ખાતે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. જેના કારણે સહેલાણીઓને ઘણી તકલીફ પડી હતી.

  સરતમાં ટાયર સળગાવી કર્યો વિરોધ

  સુરતના કોસંબા ને.હા. 48 પર આદિવાસીઓ ઉતરી આવતા ચક્કાજામ કર્યો હતો. હાઇવેના બંન્ને બાજુના રોડ પર ટાયરો સળગાવીને મોટી સંખ્યામાં આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

  આ પણ વાંચોઃ મોદીએ નારાજ આદિવાસીઓને મનાવવાનો કર્યો પ્રયાસ? ભાષણમાં વારેવારે કર્યો ઉલ્લેખ

  નવસારીમાં પણ નોંધાવ્યો વિરોધ

  નવસારીના ચીખલીમાં આદિવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ નોંધાવ્યો હતો. ચીખલીના આલીપોર-દેગામ માર્ગ પર બીટીએસના કાર્યકરો અને જિલ્લા પોલીસ સામસામે આદિવાસીઓના મોતની ઠાઠડી સાથે અંતિમ યાત્રા કાઢીવિરોધ કર્યો હતો. પોલીસે બીટીએસ કાર્યકર્તાઓને અટકાવતા તેમણે રસ્તે બેસી ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો. બીજીબાજુ ભાજપના કાર્યકરો પણ રસ્તે ઉતારી આવેલા આદિવાસી યુવાનને રોકીને જય સરદાર બોલવા મજબૂર કર્યા હતાં. આવી તંગ પરિસ્થિતિને સાચવવા માટે જિલ્લા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

  આ વિરોધમાં કેટલાક આદિવાસીઓની અટકાયત પણ થઇ હતી.


  આ પણ વાંચોઃ 'એકતા યાત્રા': અમિતભાઈ-આનંદીબેન, વિજયભાઈ-નીતિનભાઈ અને વચ્ચે મોદી!

  નોંધનીય છે કે વિકાસના નામે આદિવાસીઓ અને જંગલોના વિનાશના વિરોધમાં તથા સ્ટેેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓનું વિસ્થાપન અટકાવવા ગુજરાતના આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બંધનું કરાયેલ એલાનમાં, ભીલીસ્થાન ટાઇગર સેના (વલસાડ જિલ્લા) તથા આદિવાસી એકતા પરિષદે જોડાવાનું એલાન કર્યુ હતું. બંધને સફળ બનાવવા, આદિવાસી એકતા પરિષદના યુવાનો દ્વારા ધરમપુરમાં દુકાને-દુકાને પત્રિકાઓનું વિતરણ સમયે પણ વિવાદ સર્જાયો હતો.

  આ પણ વાંચોઃ મોદીએ આપ્યો 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો નારો, લોખંડી પુરુષની 'છાતી'માંથી નિહાળ્યો સરદાર સરોવર ડેમ
  Published by:Kaushal Pancholi
  First published: