સુરત : કોરોનાવાયરસે રાજ્ય સહિત દેશભરમાં લોકોના ધંધા-વેપારને નુકશાન પહોંચાડ્યું છે. લોકડાઉનના પગલે ધંધા-વેપાર બે-ત્રણ મહિના માટે લોકોએ બંધ રાખવા પડ્યા હતા, જેને પગલે અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ હજુ પાટા પર આવી નથી. જેને પગલે નાણાકીય વ્યવહારો અટવાઈ પડ્યા છે. આવો જ એક નાણાકીય વ્યવહારની ઘટના સુરતમાં સામે આવી છે, જેમાં પૈસાની લેતી-દેતી મામલે એક વેપારી દ્વારા બીજા વેપારીને મારમારવાની ઘટના સામે આવી છે.
વરાછા ઉમિયાનધામ કમ્પાઉન્ડમાં આવેલ અંજતા ડાયમંડ ઍમ્બ્રોઈડરીના ખાતેદાર ઉપર ગઈકાલે સાંજે ઓફિસમાં લોખંડના પાઈપ સાથે ઘુસી આવેલા બે વેપારીઓએ લેવાના નિકળતા રૂપિયા ૨.૫૦ લાખની માંગણી કરી મારમાયો હતો.
સુરતના વરાછા વિસ્તાર હીરાબાગ રૂપાલી સોસાયટીમાં રહેતા મૂળ અમરેલી લીલીયાના હરેશભાઈ જીતુભાઈ ખુંટ (ઉ.વ.૩૨) વરાછા ઉમિયાધામ ખાતે જી.ટી.પટેલ કમ્પાઉન્ડમાં ભદ્રેશ રવજીભાઈ ખુંટ સાથે ભાગીદારીમાં અંજતા ડાયમંડ ઍમ્બ્રોઈડરીનું ખાતુ ચલાવે છે. હરેશભાઈ છેલ્લા પાંચેક વર્ષથી રાજુ નારુ મકવાણા (રહે, આશાપુરી સોસાયટી મીનીબજાર) પાસેથી ઍમ્બ્રોઈડરી માટેના ધાગા દોરાનો માલ ખરીદતા હતા. જે માલના રાજુભાઈને રૂપિયા ૨.૫૦ લાખનુ પેમેન્ટ ચુકવાનું બાકી છે. પરંતુ લોકડાઉનને કારણે પેમેન્ટ ચુકવી શકયા ન હતા.
સુરત: બિલ્ડરે સુસાઈડ નોટ લખી આપઘાતનો કર્યો પ્રયાસ, ટપોરી રંગરેજ, સંજુ અને બાપ્ટીએ આપી ધમકી
જેથી રાજુભાઈ અવાર નવાર પેમેન્ટ માટે ફોન કરી હેરાન પરેશાન કરતા હતા. દરમિયાન ગઈકાલે શુક્રવારે સાંજે સાતેક વાગ્યે હરેશભાઈ અને તેનો ભાગીદાર ભદ્રેશ ઓફિસમાં બેઠા હતા તે વખતે રાજુ મકવાણા અને પ્રવિણ જાહા મકવાણા (રહે, પાર્વતીનગર સોસાયટી કતારગામ) ઓફિસમાં આવ્યા હતા. ભદ્રેશભાઈઍ તેમને ચપ્પલ ઓફિસની બહાર કાઢવાનું કહેતા આરોપી ઉશ્કેરાયા હતા અને ભદ્રેશભાઈનો કોલર પકડી લોખંડની પાઈપથી પીઠના ભાગે અને હરેશને હાથ પગના ભાગે લોખંડના પાઈપથી ઢોર મારમાર્યો હતો.
સુરતનો ચોંકાવનારો કિસ્સો, Lockdown , દરમિયાન મદદ લેવી પરિવારને ભારી પડી
ઉલ્લેખનીય છે કે, સુરતમાં રોજે-રોજ મારામારીની ઘટના સામે આવી રહી છે. આજે પણ આવી જ રીતે પૈસાની લેતી-દેતી મામલે સચિન વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં ચાની કીટલી પર ગ્રાહકને 500 રૂપિયાની ઉધારી ચઢી હતી, જે મામલે વેપારીએ ગ્રાહક પાસે પૈસાની ઉગરાણી કરી હતી, પરંતુ ગ્રાહકે કહ્યું હાલ પૈસા નથી તો વેપારીએ ગ્રાહકને દુકાનમાંથી બહાર કાઢી પોતાના પાંચ-છ સાથીદારોને ભેગા કરી ઢોર મારમાર્યો હતો, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.