ડાંગના શિક્ષકે નકામી બોટલમાંથી બનાવી એટલી સુંદર પ્રતિકૃતિઓ કે તમે પણ જોઇ કહેશો વાહ!

બોટલમાંથી ડાંગના આ શિક્ષકે બનાવી સુંદર કલાકૃતિ

દવાખાનાની કાચની બોટલો જેને ફેંકી દેવામાં આવતી હોય તેવી બોટલોનો ઉપયોગ કરીને સુંદર મંદિરોનું નિર્માણ કર્યું છે. મંદિરોની સાથે ભારતના પ્રખ્યાત સ્થળોનું પણ નિર્માણ કર્યું છે. દિલ્હીનો લાલ કિલ્લો, તાજ મહેલ, કુતુમ્બ મિનાર, સ્વર્ણ મંદિર વગેરે.

  • Share this:
    કેતન પટેલ: ડાંગ જિલ્લામાં આવેલ વઘઇ તાલુકાના નીમ્બારપાડા ગામે એક નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલોનો ઉપયોગ કરી ભારતના પ્રખ્યાત સ્થળો અને વિવિધ ધર્મોના મંદિરોની સુંદર પ્રતિકૃતિનું નિર્માણ કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. દિલ્હીનો લાલ કિલ્લો, કુતુમ્બ મિનાર, સ્વર્ણ મંદિર, તાજ મહેલ સહિત વિવિધ ધર્મોના મંદિરો અને પ્રખ્યાત સ્થળોને તેમણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અનોખી કળાકૃતિઓનું સર્જન કર્યું છે.

    ડાંગ જિલ્લાના માળુંગા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવનાર કાળુભાઈ ગાવીત હાલ નિવૃત્ત શિક્ષક થયા છે. વય નિવૃત્તિ થયા બાદ ટાઈમ પસાર કરવા માટે તેમણે વેસ્ટ વસ્તુઓ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું વિચાર્યું. જે વસ્તુઓ લોકો ફેંકી દેતાં હોય અથવા જે બિનઉપયોગી વસ્તુઓ હોય તેવી વસ્તુઓનો સદઉપયોગ કરીને કાળુભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનું વિચાર્યું.

    બોટલમાંથી ડાંગના આ શિક્ષકે બનાવી સુંદર કલાકૃતિ


    દવાખાનાની કાચની બોટલો જેને ફેંકી દેવામાં આવતી હોય તેવી બોટલોનો ઉપયોગ કરીને સુંદર મંદિરોનું નિર્માણ કર્યું છે. મંદિરોની સાથે ભારતના પ્રખ્યાત સ્થળોનું પણ નિર્માણ કર્યું છે. દિલ્હીનો લાલ કિલ્લો, તાજ મહેલ, કુતુમ્બ મિનાર, સ્વર્ણ મંદિર વગેરે.

    કાળુભાઈ માટે વેસ્ટ વસ્તુઓ ઉપયોગી લાગવા લાગી અને જોતજોતામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી. કાળુભાઈ પોતાના વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે કેળવણીના પાઠ ભણાવતાં. તેઓ કહે છે કે જીવન ઘડતર અને બીજાને ઉપયોગી થવું તે જ સાચી કેળવણી. શૈક્ષણિક કાર્યમાં ધર્મનું ખૂબ જ મહત્વ છે.

    બોટલમાંથી ડાંગના આ શિક્ષકે બનાવી સુંદર કલાકૃતિ


    શાળામાં સર્વ ધર્મ સમભાવના પાઠ ભણાવતાં આવ્યા છે અને આ જ ભાવના તેમના કાર્યમાં પણ જોવા મળે છે. કાળુભાઈએ દરેક ધર્મના મંદિરો બનાવ્યા છે. ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે.પોતાની નિવૃત્તિ બાદ પણ શોખના કારણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે.

    વધુ વાંચો  : ભિખારી ઠંડીમાં ઠઠરી રહ્યો હતો, DSPએ નજીક જોઇને જોયું તો નીકળ્યો તેની જ બેચનો અધિકારી

    તે હાલ માતાજીની યાદમાં મંદિર બનાવી રહ્યા છે. જોતજોતામાં ભારતના દરેક ધર્મના મંદિરો નિર્માણ કર્યા. કાળુભાઈની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા હાલ પણ ચાલું જ છે. દરેક ધર્મમાં સમભાવના રાખતા શીખોનું સ્વર્ણ મંદિર, સાઈ બાબાનું મંદિર, તાજમહેલ, ઉપરાંત ભારતના પ્રખ્યાત સ્થળો પણ બનાવ્યા છે.

    હાલ તો આ નિવૃત શિક્ષકે અનેક અનોખી કાચની બોટલ માથે અવનવી કલકૃતિ બનાવી છે પરંતુ આ કલાકારને ડાંગ જિલ્લામાં પ્રવાસન વિભાગ દ્વારા પોત્સાહન મળે તો આ નિવૃત શિક્ષક ને રોજીરોટી પણ મળી શકે છે.
    Published by:Chaitali Shukla
    First published: