OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

પ્રતિકાત્મક તસવીર

14 વર્ષીય કિશોર અને કિશોરી શેરડી કાપવા અન્ય ગામમાં ગયા હતા. ત્યાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના ફળ સ્વરૂપે કુમળીવયે કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો.

  • Share this:
    કેતન પટેલ, ડાંગઃ સામાન્ય રીતે આપણે માતા-પિતાનો (Mother-father) વિચાર કરીએ ત્યારે પુખ્તવયના સ્ત્રી અને પુરુષની છબી નજર સામે તરતી થઈ જાય છે. પરંતુ ડાંગના આહવાના એક ગામમાં માતા-પિતાની વ્યાખ્યા થોડી બદલાતી જોવા મળી હતી. અહીં એક અજીબોગરીબ કિસ્સો (OMG case) પ્રકાશમાં આવ્યો છે.

    તમને વિચારી પણ નહીં શકો કે માત્ર 14 વર્ષની ઉંમરમાં સગીર માતા-પિતા (Minor girl-boy become parent) બન્યા હશે. ડાંગના આહવા તાલુકાના એક ગામમાં 14 વર્ષના કિશોર અને કિશોરીને પ્રેમ થયા બાદ શારીરિક સંબંધ બંધાયો હતો અને જેના પરિણામ સ્વરૂપ તેઓ માતા પિતા બન્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં એક ગામમાં રહેતા 14 વર્ષીય કિસોર અને કિશોરી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યારબાદ પ્રેમમાં પાગલ બંને યુગલે શરીર સંબંધ બાંધ્યો હતો.

    આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    ત્યારબાદ કિશોરી ગર્ભવતી થઈ હતી અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. જોકે આ અંગે જાણ થતાં પોલીસે બાળકના પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

    આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

    વધારે મળતી માહિતી પ્રમાણે 14 વર્ષીય કિશોર અને કિશોરી શેરડી કાપવા અન્ય ગામમાં ગયા હતા. ત્યાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમમાં ગળાડૂબ સગીર પ્રેમી યુગલે તમામ હદો પાર કરી શરીર સંબંધ બાંધ્યો હતો. જેના ફળ સ્વરૂપે કુમળીવયે કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો.



    બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સત્ય નીકળતા પોલીસે 14 વર્ષીય કિશોર સામે પોક્સો હેઠળ ગુનોં નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી. પ્રેમમાં અંધ બનીને કિશોર પિતા તો બની ગયો પરંતુ કાયદાની ચંગુલમાં ફસાઈ ગયો હતો. નાની ઉંમરમાં માતા-પિતા બનવતા કિશોર અને કિશોરી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા હતા.
    Published by:ankit patel
    First published: