ડાંગઃ સાપુતારા ચેકપોસ્ટ ઉપર ખોટાં RT PCR રિપોર્ટ રજૂ કરી પ્રવેશતા બે ઝડપાયા

પકડાયેલા આરોપીઓની તસવીર

મોડી રાત્રીએ વલસાડનાં 2 ઈસમો જેઓ મહારાષ્ટ્રથી રિટન આવતાં સાપુતારા ચેક પોસ્ટ ઉપર પી.એચ.સી નાં આરોગ્યકર્મીઓ દ્વારા તેઓનાં રિપોર્ટ ચેક કરવામાં આવ્યાં હતાં.

 • Share this:
  કેતન પટેલ, ડાંગઃ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર (Gujarat-Maharashtra border) ઉપર RT PCR રિપોર્ટ વગર પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે વલસાડનાં (valsad) 2 ઈસમો જે ખોટાં RT PCR રિપોર્ટ આરોગ્યકર્મી જોડે રજૂ કરતાં પોલીસ (police) ફરિયાદ થઈ હતી.

  ડાંગ જિલ્લાનાં સાપુતારા ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્ર થી પ્રવેશ કરનાર લોકોને RT PCR રિપોર્ટ વગર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ત્યારે ગત મોડી રાત્રીએ વલસાડનાં 2 ઈસમો જેઓ મહારાષ્ટ્રથી રિટન આવતાં સાપુતારા ચેક પોસ્ટ ઉપર પી.એચ.સી નાં આરોગ્યકર્મીઓ દ્વારા તેઓનાં રિપોર્ટ ચેક કરવામાં આવ્યાં હતાં.

  જેમાં આ રિપોર્ટ વલસાડ પદમડુંગરી પી.એચ.સી નાં જણાયા હતા. સાપુતારા નાં આરોગ્યકર્મીઓને રિપોર્ટ ફેક જણાતા તેઓએ પદમડુંગરી પી.એચ.સી નાં આરોગ્ય કર્મીને ટેલિફોન વાતચીત કરતાં રિપોર્ટ તેઓનાં નથી તેમ જણાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

  જે બાદ સાપુતારા આરોગ્ય કર્મી દ્વારા આ બન્ને ઈસમો વિરુદ્ધ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વલસાડના બન્ને ઈસમોએ RT PCRનો બનાવતી રિપોર્ટ બનાવી તેને સાચા રીતે રજૂ કરવામાં આવ્યો હતો.  આ ઉપરાંત કોરોનાં સંક્રમણ નો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે સરકારી ગાઈડલાઈન નો ભંગ કરી ગુનો કરતાં પકડાઈ ગયેલ છે. જેથી તેઓને પોલીસ પાસે સોંપી દેવામાં આવ્યાં છે. આરોગ્યકર્મી દ્વારા બન્ને વ્યક્તિઓને ડિટેન કરી તેઓનાં કોવિડ ટેસ્ટ કરવા અંગે ની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published: