Home /News /south-gujarat /

ડાંગમાં વધુ એક બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, કંડક્ટરની હાલત ગંભીર

ડાંગમાં વધુ એક બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, કંડક્ટરની હાલત ગંભીર

સાપુતારા આહવા રોડ પર વધુ એક બસ ખીણમાં ખાબકી

એસટીની મીની બસ પેસેન્જર સાથે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. ફરી બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે.

    ડાંગમાં વધુ એક બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ વખતે એસટીની મીની બસને અકસ્માત નડ્યો છે. એસટીની મીની બસ પેસેન્જર સાથે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. ફરી બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગ જીલ્લાના સાપુતારાથી આહવા જવાના રસ્તા પર માલેગામ નજીક યુ-ટર્ન લેતા એસટીની મીની બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ 100 ફૂટ ઊંડી ખીણમાં જઈ ખાબકી છે. આ ઘટનામાં કંડક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

    મહત્વની વાત એ છે કે, બસને જ્યારે આ અકસ્માત નડ્યો તે સમયે ડ્રાઈવર કંડક્ટર સાથે બસમાં માત્ર પાંચ પેસેન્જર જ હતા, જેથી મોટી જાન હાની ટળી છે.



    ઘટનાની જાણ પોલીસ અને તંત્રને થતા તુરંત બચાવ ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, ઘાયલ થયેલા લોકોને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, બસ કંડક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

    ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં પ્રવાસે જઈ રહેલ વિદ્યાર્થીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી હોવાની ગમખ્વાર ઘટના બની હતી. સૂરત અમરોલી વિસ્તારના એક ટ્યૂશન ક્લાસીસના વિદ્યાર્થીઓ આ ઘટનાનો ભોગ બન્યાં હતાં. બસમાં આશરે 50 બાળકો સવાર હતાં. પ્રાથમિક માહિતી મુજબ 3 વિદ્યાર્થીના મોતના ખબર હતાં તેમાં વધારો થઈને કુલ 12 વિદ્યાર્થીઓના મોતની હોસ્પિટલ તંત્રે પુષ્ટિ કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Dang, Saputara, ST bus Accident

    આગામી સમાચાર