સુરતની હૉસ્પિટલનાં સ્ટાફને કરાયો હતો ક્વૉરન્ટાઇન, તપાસ કરાયા વગર જતા હતા ડાંગ, નોંધાયો ગુનો

News18 Gujarati
Updated: April 16, 2020, 2:35 PM IST
સુરતની હૉસ્પિટલનાં સ્ટાફને કરાયો હતો ક્વૉરન્ટાઇન, તપાસ કરાયા વગર જતા હતા ડાંગ, નોંધાયો ગુનો
ડાંગ સુબિર પોલીસે આ અંગે હૉસ્પિટલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ સુબિર પોલીસે આ અંગે હૉસ્પિટલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Share this:
કેતન પટેલ, સુરત : હાલ આખા રાજ્યમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે નાની બેદરકારી મોટું જોખમ નોતરી શકે છે. આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતની રહેમિયા સાર્વજનિક હૉસ્પિટલની એમ્બ્યુલન્સમાં તેમના જ ક્વૉરન્ટાઇન કરેલા સ્ટાફને લઇને ડાંગ જઇ રહ્યા હતા. તેમની પાસે જવાની કોઇ જ પરવાનગી ન હતી. જેથી ડાંગ સુબિર પોલીસે એમ્બ્યુલન્સની અટકાવીને અંદર બેઠેલા 14 લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત અન્ય 4 લોકોની શોધખોળ ચાલી રહી છે. ડાંગ સુબિર પોલીસે આ અંગે હૉસ્પિટલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરતની રહેમિયા સાર્વજનિક હૉસ્પિટલની એક નર્સને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. જેના કારણે આખી હૉસ્પિટલનાં સ્ટાફને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. આ લોકોને આજે ક્વૉરન્ટાઇનાં 14 દિવસ થઇ ગયા હતાં જેના કારણે તેઓ પોતાના સહકર્મીઓને મુકવા માટે ડાંગ જઇ રહ્યાં હતાં. પરંતુ તેમણે કોરોનાનો કોઇ જ ટેસ્ટ કરાવ્યો ન હતો. સામાન્ય રીતે ક્વૉરન્ટાઇનનાં 14 દિવસ પછી કોરોનાનો કેસ કઢાવવાનો હોય છે. જો એ નેગેટિવ આવે તો જ તમે સુરક્ષિત છો તેમ માનવામાં આવે છે. પરંતુ આ લોકોએ આવો કોઇ જ કેસ કરાવ્યો ન હતો અને ડાંગમાં જઇ રહ્યાં હતાં.આ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉનનું પાલન થાય છે કે નહીં તે જોવા ખૂદ મ્યુનિસિપલ કમિશનર બાઈક પર નીકળ્યા

નોંધનીય છે કે, ડાંગ જિલ્લામાં અત્યાર સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી પોલીસે આ લોકોની બેદરકારી સામે તકેદારીનાં ભાગ રૂપે તેમની એમ્બ્યુલન્સને અટકાવીને તમામ લોકોની ચકાસણી કરાઇ હતી.

આ પણ જુઓ - 
First published: April 16, 2020, 2:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading