ડાંગ: કોરોના પોઝિટિવ આવતા આપઘાત, હોમ ક્વોરન્ટાઈન થવાના ડરે ખેતરમાં જઈ જીવન ટુંકાવ્યું

ડાંગ: કોરોના પોઝિટિવ આવતા આપઘાત, હોમ ક્વોરન્ટાઈન થવાના ડરે ખેતરમાં જઈ જીવન ટુંકાવ્યું
કોરોનાના ડરથી આપઘાત

કોરોના સંક્રમિત થવાથી ઉ.વ.૬૩ વર્ષના ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સવારના અરસામાં ઘરેથી નીકળી ગામમાં જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

 • Share this:
  કેતન પટેલ, બારડોલી : જિલ્લાના વઘઈ તાલુકાના એક ગામમાં હાલમાં કોરોનાના ડરથી એક વ્યક્તિએ જીવન ટુંકાવી લીધાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામના ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે ઉ. વ. ૬૩ વર્ષનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી સવારે પોતાના ઘરથી થોડે જંગલ વિસ્તારના દુર ખેતરમાં પહોંચી સાગના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ છે.

  ચિચિનાગાવંઠા ગામે રહેતા ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે ઉ. વ. ૬૩ કોરોના સંક્રમિત થયા હતા. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવવામાં આવ્યું હતું. કોરોના સંક્રમિત થવાથી ઉ.વ.૬૩ વર્ષના ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સવારના અરસામાં ઘરેથી નીકળી ગામમાં જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ ગામના કોઈકે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમણે ગ્રામજનોને જણાવ્યું હતું ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્રીત થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આ પણ વાંચોસુરત : ટ્રેનમાં મોબાઈલ ચોરવાનું ભારે પડ્યું, લોકોએ મેથીપાક આપી, પગ બાંધી લટકાવ્યો ઊંધો - Video

  લોકોમાં કોરોનાનો ડર

  ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અને તેના કારણે લોકોમાં તેનો ડર પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના ડરનો ભોગ બની રહેલા દર્દીઓની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. તેના કારણે ચિંતા ગભરામણ, ધબકારા વધી જવા, ગભરામણ થવી જેવા અનેક લક્ષણો દેખાઈ રહ્યાં છે. કોરોનાને પગલે લોકોની માનસિક સ્થિતિ બગડી રહી છે. કોરોનાના કહેર વચ્ચે લોકો માનસિક રીતે ભાંગી પડ્યા છે. માનસિક તણાવના કારણે લોકો શારીરિક અસ્વસ્થ થવા લાગ્યા છે.

  આ પણ વાંચોસુરત : કામરેજ નજીક ક્રેટા કાર સળગેલી હાલતમાં મળી, કારમાં એક વ્યક્તિ ભડથું થઈ ગયો

  કોરોના મહામારીમાં સંક્રમિત થતા હતાશ થવું જોઈએ નહીં

  ચીચીનાંગાવઠા ગામમાં બનેલી આ ઘટના ખુબજ દુઃખદ કહી શકાય તમામ જીલ્લાના લોકોને અમારુ સુચન છે કે કોરોના મહામારીના લીધે કોરોના સંક્રમિત થઈ પણ શકાય છે પરંતુ એના થી કોઈએ હતાશ થવું જોઈએ નહીં ડાંગ જિલ્લાનું વહીવટી તંત્રનો તમામ સ્ટાફ સહકાર ગ્રામજનોને મળે છે તો આવી બીમારી થી ડરવું નહીં અને એની સામે આ વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાથે એક સાથે કદમ મિલાવી સારવાર લઇ આ બીમારીમાંથી ઉજાગર થઈ નવું જીવન શિખવુ જોઈએ જેથી કરી આ ચીચીનાંગાવઠા ગામે બનેલ ઘટના ખુબજ દુઃખદ છે જેથી આવું ના થાય એ માટે ગ્રામજનો વતી સૌને અપીલ કરીએ છીએ.
  Published by:kiran mehta
  First published:April 14, 2021, 19:54 pm

  ટૉપ ન્યૂઝ