Home /News /south-gujarat /

ડાંગઃ ST બસને નડ્યો અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

ડાંગઃ ST બસને નડ્યો અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

    ડાંગ સાપુતારા વઘઈ રોડ પર અમદાવાદથી શિરડી જતી ગુજરાતની STબસને અકસ્માત નડ્યો છે.આ અકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતા 108 સહિત પોલિસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

    આંબાપાડા-અહેરડી ગામ નજીક બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. જો કે અકસ્માતમાં કોઈના મોત થયા નથી. પોલીસે આ ઘટના અંગે આગળની  તપાસ શરૂ કરી છે.



    ઉલ્લેખનીય છે કે વઘઈ રોડ પર અકસ્માત થતાં બંન્ને બાજુએ ટ્રાફિકજામ થઈ ગયો હતો. જો કે તંત્ર પાસે ક્રેઈનની વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: 20 passengers injures, Acci, Dang

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन