'ડાંગ એક્સપ્રેસ' સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક, એશિયન ગેમ્સમાં ભારતને અપાવ્યો હતો ગોલ્ડ મેડલ

ફાઈલ તસવીર

આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતી દેશને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી.

 • Share this:
  અમદાવાદઃ ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં ગર્વથી ઉંચી કરનાર ડાંગ એક્સપ્રેસ (Dang Express) તરીકે જાણિતી સરિતા ગાયકવાડને (Sarita Gayakwad) ગુજરાત સરકાર દ્વારા DySP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અંગેની માહિતી ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (Minister of State for Home Pradipsinh Jadeja) ટ્વીટ કરીને આપી હતી. આ સાથે સોશિયલ મીડિયા ઉપર સરિતા ગાયકવાડ માટે શુભેચ્છાઓનો ધોધ વરસી પડ્યો હતો. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ ટ્વીટ કરીને ગોલ્ડમેડાલિસ્ટ દોડવીર સરિતાને શુભેચ્છા પાઠવી હતી.

  સરિતા પર કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવાની નવી જવાબદારી
  ભારતની ગોલ્ડન ગર્લ ડાંગ એક્સપ્રેસ અને દોડવીર સરિતા ગાયકવાડ સામાન્ય પરિવારમાંથી આવે છે. ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની લાંબી સફર કરી હવે ગુજરાતની કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવાના સફર ઉપર જઈ રહ્યા છે. ત્યારે સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમા DySP તરિકે નિમણૂંક કરવામાં આવી છે. જેથી પોલીસ વિભાગે પણ તેમની નિમણૂંકને આવકારી છે.

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
  સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતી દેશને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઓલટાઈમ હાઈ સપાટીએથી ચાંદીમાં રૂ.10,500 અને સોનામાં રુ.5,200નો કડાકો, જાણો આજના નવા ભાવ

  દુર્ગાષ્ટમીના પાવન દિવસે જ DySP તરીકે નિમણૂક
  ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદનો વિચિત્ર કિસ્સોઃ પત્નીએ કમાવવા ન જતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ સુતા પરિવાર ઉપર ફેંક્યુ એસિડ

  આ પણ વાંચોઃ-Hathras case માટે બનેલી SITના સભ્ય અને લખનૌના DIGની પત્નીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ

  ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે જ સરિતાનું સન્માન
  ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી થોડા દિવસોમાં થવાની છે. ત્યારે મતદાન અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા નારી શક્તિના સન્માનની સાથે સાથે સરિતાનું સન્માન કરવામાં આવ્યું છે. મતદાન અગાઉ જ થોડા દિવસોએ સરિતાને મળેલી આ પદવીથી રાજકીય દાવ ભાજપે ખેલ્યો હોવાનું પણ સૂત્રઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

  ડાંગ જિલ્લામાં 2012માં ખેલાયેલા મહાકૂંભથી કિસ્મત ચમકી
  સરિતાએ એક સાથે પાંચ ઈન્વેન્ટમાં એન્ટ્રી લઈ પાંચેય ઇવેન્ટ જીતી હતી. સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડે એથ્લીટ તરીકે કારકીર્દી ખો-ખોથી કરી પ્રબાવ પાડ્યો હતો. જેમાં કોલેજના એક કોચની સલાહ ઉપર તેણે એથ્લેટિક્સમાં ઝંપલાવ્યું હતું. પોતાના પરિવારના આર્થિક સંઘર્ષ વચ્ચે સરિતાએ યુનિવર્સિટી નેશનલ લેવલની ઈવેન્ટમાં ગોલ્ડ સહતિ ત્રણ મેડલ્સ જીત્યા હતા. ચાલુ વર્ષમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેસ્થ ગેમ્સમાં પણ સરિતાએ ભાગ લીધો હતો.
  Published by:ankit patel
  First published: