ડાંગ: કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ગીરા ધોધ સહિત પ્રવાસન સ્થળો બંધ

સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રનો નિર્ણય.

ડાંગ જિલ્લા વહિવટી તંત્રએ પણ સ્થાનિક લોકોની સુરક્ષા માટે જિલ્લાના પ્રવસાન સ્થળોને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

 • Share this:
  કેતન પટેલ, ડાંગ: રાજ્યમાં કોરોના (Coronavirus Cases- Gujarat) વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રએ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ડાંગ જિલ્લા (Dang District)માં આવતા પ્રવાસી (Tourist)ઓ માટે ગીરા ધોધ, બોટનિકલ ગાર્ડન સહિત કૅમ્પ સાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના વધતાં કેસને લઇને સરકારે મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ દરમિયાન ડાંગ જિલ્લા વહિવટી તંત્રએ પણ સ્થાનિક લોકોની સુરક્ષા માટે જિલ્લાના પ્રવસાન સ્થળોને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

  ડાંગના ગીરા ધોધ, બોટનિકલ ગાર્ડન, મહાલ અને કિલાદ કેમ્પ સાઇડ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ તંત્ર તરફથી તમામ સ્થળોએ સુરક્ષા ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે. બહારથી આવતા પ્રવાસીઓ સાથે સંઘર્ષ ન થાય તે માટે આ સ્થળો પર સુરક્ષા ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે.  ડાંગમાં કોરોના કેસ:

  રાજ્યમાં ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાય છે. આ સમયે બહારથી આવતા લોકોને કારણે ડાંગના લોકો સંક્રમિત ન થાય તે માટે તંત્ર તરફથી પ્રવાસન સ્થળો બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 123 કેસ નોંધાયા છે. જેમાંથી 119 લોકો સાજા થઈ ગયા છે. ડાંગમાં અત્યાર સુધી કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું.  કયા જિલ્લામાં કેટલા કેસ:  ક્રમ જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
  1 અમદાવાદ 47,309 1,968 41,978
  2 સુરત 41,403 879 39,037
  3 વડોદરા 18,693 216 16,578
  4 ગાંધીનગર 6110 99 5453
  5 ભાવનગર 5039 68 4873
  6 બનાસકાંઠા 3537 34 3312
  7 આણંદ 1694 16 1621
  8 અરવલ્લી 920 24 782
  9 રાજકોટ 15,293 171 13,811
  10 મહેસાણા 5025 33 4576
  11 પંચમહાલ 3179 20 2854
  12 બોટાદ 898 5 763
  13 મહીસાગર 1488 7 1308
  14 પાટણ 3240 51 2726
  15 ખેડા 1913 15 1775
  16 સાબરકાંઠા 2068 12 1960
  17 જામનગર 8932 35 8547
  18 ભરૂચ 3193 17 3056
  19 કચ્છ 3102 33 2816
  20 દાહોદ 2219 7 2033
  21 ગીર-સોમનાથ 2002 24 1838
  22 છોટાઉદેપુર 731 3 693
  23 વલસાડ 1273 9 1249
  24 નર્મદા 1555 1 1346
  25 દેવભૂમિ દ્વારકા 876 5 820
  26 જૂનાગઢ 4099 33 3831
  27 નવસારી 1410 7 1387
  28 પોરબંદર 607 4 587
  29 સુરેન્દ્રનગર 2797 12 2430
  30 મોરબી 2475 16 2233
  31 તાપી 917 6 877
  32 ડાંગ 123 0 119
  33 અમરેલી 3130 26 2635
  34 અન્ય રાજ્ય 162 3 149
  કુલ 197,412 3,859 1,79,953

  રાજ્યમાં રવિવારે 1,495 લોકો સંક્રમિત થયા

  રવિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,495 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા 1,97,412એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 13 લોકોનાં કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,859 થયો છે.

  આ પણ જુઓ-

  રવિવારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1,495 કેસ નોંધાયા છે. જ્યારે 1,167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,79,953 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 91.16 થયો છે. આ જ રીતે કોરોના ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. રવિવારે રાજ્યમાં કુલ 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 72,35,184 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: