ડાંગ જિલ્લા BJP પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોને ચિકન સેન્ટર સંચાલક સાથે કરી મારામારી, live મારામારીનો video

મારા મારીની તસવીર

ડાંગ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોન આહવા સ્થિત ચિકન સેન્ટર ઉપર ગયા હતા. જ્યાં કોઈ કારણસર ચિકન સેન્ટરના સંચાલક સાથે બબાલ થઈ હતી.

 • Share this:
  કેતન પટેલ, બારડોલીઃ અત્યારે ડાંગ વિધાનસભાની બેઠક (Gujarat byElection) ઉપર પેટા ચૂંટણી ચાલી રહી છે. લોકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ છે. આવી સ્થિતિમાં ડાંગમાંથી એક વીડિયો વાયરલ (Dang video viral) થયો હતો. જેમાં ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ (dang BJP ex president) રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social media) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોન આહવા સ્થિત ચિકન સેન્ટર ઉપર ગયા હતા. જ્યાં કોઈ કારણસર ચિકન સેન્ટરના સંચાલક સાથે બબાલ થઈ હતી. જોત જોતામાં બબાલે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. અને રેમશ ડોને ચિકન સેન્ટરના સંચાલક સાથે લાતો સહિત મારામારી કરી હતી.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે રમેશ ડોનને સંચાલકો સાથે મારા મારી કરવાની સાથે અન્ય યુવકોએ પણ હાજર રહેલા યુવકો સાથે મારા મારી કરવાનું શરું કરી દીધું હતું. આમ યુવકોના બે જૂથો વચ્ચે માર મારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું.

  આ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

  ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ત્યારબાદ એકઠા લોકોના ટોળાને પણ વિખેરીને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. મામલો એટલો તંગ બની ગયો હતો કે શાંત પાડવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી હતી.

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાંથી પ્રવાસીઓને જોવા મળ્યા સિંહ, પોતાની મસ્તીમાં હતા સિંહ, જૂઓ અદભૂત video

  આ પણ વાંચોઃ-લૂંટેરી દુલ્હનના કારણે લગ્ન કરાવનાર યુવકને ગુમાવવો પડ્યો જીવ, વાંચો મધ્ય પ્રદેશની ફિલ્મી કહાની જેવી ઘટના

  મારામારીનો વીડિયો ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો
  મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી દ્વાર સ્થાનિક ચિકન સેન્ટરના સંચાલક સાથેનો મારમારીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.  ગુજરાત વિધાનસભાની ડાંગ બેઠક ઉપરથી પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ડાંગ બેઠક પરથી સૂર્યકાંત ગાવિત ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે વિજય પટેલ મેદાનમાં ઉતર્યા છે. બેઠક ઉપર આવતી કાલે એટલે કે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ મતદાનનું પરિણામ જાહેર થશે.
  Published by:ankit patel
  First published: