અમદાવાદ: ડાંગ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. ડાંગ બેઠક પર ભારપની આ બીજી જીત છે. આ પહેલા પણ 2007માં વિજય પટેલે અહીં જીત મેળવી હતી. છેલ્લા બે ટર્મથી અહીં કૉંગ્રેસને મંગળ ગાવીત ચૂંટાતા હતા. તેમના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર મતગણતરી હજુ ચાલુ છે પરંતુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપના ઉમેદવાર ચંટણી જીતી રહ્યા છે.
ભાજપના ઉમેદવાર વિજય પટેલ વિશે:
વિજયભાઈ પટેલ ડાંગના ઇતિહાસમાં માત્ર એકવાર વિધાનસભાની બેઠક ઉપર જીત મેળવનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ કારોબારી સભ્ય, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ છે. ગત 2 ટર્મમાં મંગળ ગાવીત સામે તેઓ હારી ગયા હતા. ભાજપના વિજય પટેલ વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા હતા. જોકે, આ તમામ વચ્ચે તેમણે જંગી જીત મેળવી છે.
ડાંગમાં ભાજપની જીતના કારણ:
ભાજપના ઉમેદવાર વિજય પટેલે અગાઉ કરેલી કામગીરીને કારણે તેમને ઐતિહાસિક જીત મળી છે. બીજી તરફ કૉંગ્રેસમાં મજબૂત નેતાગીરીનો અભાવ જોવા મળ્યો હતો. ટિકિટ ફાળવણી બાદ કૉંગ્રેસ જાણે કે વિખેરાઈ જ ગઈ હતી. બીજી તરફ મંગળ ગાવિતે પાછલા બારણે પક્ષને મજબૂત કર્યો છે.
ડાંગ બેઠક વિશે જાણવા જેવું
>> આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે.
>> આ બેઠક આદિવાસી માટે અનામત છે.
>> 2007 સુધી આ બેઠખ ડાંગ-વાંસદા તરીકે ઓળખાતી હતી.
>> ડાંગ જિલ્લાની એકમાત્ર વિધાનસભા બેઠક
>> મંગળ ગાવિતના રાજીનામાથી બેઠક ખાલી પડી હતી.
ડાંગ બેઠકનો રાજકીય ઈતિહાસ:
ડાંગ બેઠક કૉંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. 2017માં માત્ર 768 મતથી કૉંગ્રેસની જીત થઈ હતી. અત્યાર સુધીમાં માત્ર એક જ આ બેઠક પર ભાજપને જીત મેળની હતી. આ બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી મંગળ ગાવિત ચૂંટાયા હતા. છેલ્લી છ ચૂંટણીમાંથી પાંચ ચૂંટણીમાં કૉંગ્રેસની જીત થઈ છે. 2007માં ભાજપના વિજય પટેલ ચૂંટાયા હતા.
છેલ્લી 5 ચૂંટણીમાં ડાંગથી કોણ જીત્યું?
2012: કૉંગ્રેસમાંથી મંગળ ગાવિતની જીત
2017: કૉંગ્રેસમાંથી મંગળ ગાવિતની જીત
2007: ભાજપના વિજય પટેલ વિજેતા
1990થી 2002 સુધી મધુભાઈ ભોય ધારાસભ્ય રહ્યા
1990માં જનતા દળમાંથી જીત્યા હતા મધુભાઈ
ડાંગનું જ્ઞાતિ સમીકરણ
કુનબી------- 30.2
વારલી------- 25.2
ભીલ------- 22.9
ગામીત------- 15.1
ખ્રિસ્તી------- 5
અન્ય------- 1.6