આત્મનિર્ભર ભારત: ડાંગની મહિલાઓ ઓર્ગેનિક ગ્રીન ટી બનાવી આ રીતે બની સ્વનિર્ભર

ગ્રીન ટીની ખેતી કરતી ડાંગની મહિલાઓ

આ લઘુ ઉદ્યોગને ચાલુ કર્યાને 8 થી 9 મહિના જેટલો સમય થયો છે અને અત્યાર સુધીમાં મહિલાઓને 50 થી 60 હજાર રૂપિયા જેટલી રોજગારી પણ મળી છે.

  • Share this:
    કેતન પટેલ, ડાંગ : ડાંગ જિલ્લાની મહિલાઓ અને તેમના પરિવારને હવે કમાણી કરવા આ કુદરતી સૌદર્યથી ભરેલી સુંદર જગ્યા છોડી શહેર નહીં જવું પડે. કારણ કે તે હવે ઘરે રહીને જે સારી એવી કમાણી કરી શકે છે. ડાંગની આ મહિલાઓ દ્વારા સ્વાસ્થ્ય વર્ધક ઓર્ગેનિક ગ્રીન ટી બનાવવાનો લઘુ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લો એટલે જ્યાં કુદરતી સૌંદર્ય અને ચૌતરફ હરિયાળી જ હરિયાળી. ત્યારે ગિરિમથક સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલું બરડાપાણી ગામ હાલ ગ્રામીણ ટુરિઝમ તરીકે વિકસિત થઇ રહ્યું છે, ત્યારે આ ગામની મહિલાઓ દ્વારા બનાવાતી ડાંગી ગ્રીન-ટી પણ ખૂબ જ પ્રચલિત થઇ રહી છે. અહીં મહિલાઓ જ ગ્રીન-ટીનું વાવેતર કરી સુકવી અને પેકીંગ કરી વેચાણ કરે છે અને આ વ્યવસાય થકી બરડાપાણી ગામની મહિલાઓ આજે સ્વનિર્ભર બની છે.

    ડાંગ જિલ્લો કુદરતી રીતે જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીંની ગરીબ આદિવાસી પ્રજા મોટેભાગે પશુપાલન અને ખેતી પર નભે છે અને દિવાળી બાદ મોટી સંખ્યામાં ડાંગ જિલ્લાના લોકો રોજગારી મેળવવા માટે બહારગામ સ્થળાંતરીત કરતા હોય છે ત્યારે ડાંગના બરડપાણી ગામની મહિલા સ્વનિર્ભર બને તેવા હેતુથી આગાખાન સંસ્થા દ્વારા ગ્રીન ટી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે અને મહિલાઓ આજે સ્વનિર્ભર બની છે

    વધુ વાંચો : Bank Fraud: ડેરી સબસિડી માટે રાતોરાત બકરીઓને બનાવી ભેંસ, ખેડૂતોના પૈસા ચાંઉ કરવાની નવી ગેમ!

    મહત્વની વાત એ છે કે ગામની મહિલાઓ ઘર આંગણે જ લીલી ચા ની ખેતી કરે છે અને તેને સુકવી પીલાણ કરી પેકીંગ કરે છે. આ ગ્રીન ટી ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે વેચાણ થાય છે અને અન્ય મોટા શહેરોમાં તેને વેચાણ માટે મોકલવામાં આવે છે. જેમાંથી મળતા નફાને મહિલાઓમાં સરખે હિસ્સે વહેંચવામાં આવે છે.

    આ લઘુ ઉદ્યોગને ચાલુ કર્યાને 8 થી 9 મહિના જેટલો સમય થયો છે અને અત્યાર સુધીમાં મહિલાઓને 50 થી 60 હજાર રૂપિયા જેટલી રોજગારી પણ મળી છે. ગામની મહિલાઓ જૂથ બનાવીને કામ કરે છે. મહિલાઓને તો રોજગારી મળી જ રહી છે સાથે સાથે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ પણ આ કામમાં જોતરાઈ છે અને કામમાંથી મળેલા પૈસા અભ્યાસમાં વાપરે છે.

    મહિલાઓ આજે સ્વનિર્ભર બની છે જેનું શ્રેષ્ટ ઉદાહરણ ડાંગ જિલ્લાના આતરિયાળ બરડપાણી ગામની મહિલાઓ છે. અને આ ગામની મહિલાઓ ઘરકામની સાથે સાથે રોજગારી મેળવી ને અનેક મહિલાઓને પ્રેરણા આપી રહી છે.
    Published by:Chaitali Shukla
    First published: