વ્યારાઃ ફળિયાના જ યુવકે નિદ્રાધીન 93 વર્ષના વૃદ્ધની કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા

કુહાડી લઇને ધસી આવેલા ફરિયાના યુવાને વૃદ્ધના ગળાના ભાગે બે જીવલેણ ઘા તથા શરીર ઉપર ઉપરા છાપરી ઘા ઝીંકીને વૃદ્ધન મોતને ઘાટ ઉતારી દીધા હતા.

News18 Gujarati
Updated: May 18, 2019, 6:06 PM IST
વ્યારાઃ ફળિયાના જ યુવકે નિદ્રાધીન 93 વર્ષના વૃદ્ધની કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 18, 2019, 6:06 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ વ્યારાના રામકૂવા ગામમાં વૃદ્ધ ઘરના ઓટલા ઉપર નિદ્રા માણતા હતા. આ દરમિયાન કુહાડી લઇને ધસી આવેલા ફરિયાના યુવાને વૃદ્ધના ગળાના ભાગે બે જીવલેણ ઘા તથા શરીર ઉપર ઉપરા છાપરી ઘા ઝીંકીને વૃદ્ધન મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેમજ તેના દીકરાને પણ માથાના ભાગે ઘા ઝીંકી લોહિયાળ ખેલ ખેલ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે વ્યારાના રામકૂવામાં રહેતા સંદીપભાઇ અશ્વિનભાઇ ચૌધરીના 93 વર્ષીય દાદા વીરસિંગભાઇ જમશીભાઇ ચૌધરીને રાત્રે ઘરના ઓટલા ઉપર સુતા હતા. વહેલી સવારે 5.30 વાગ્યા અસરામાં રાકેશ મોહન ચૌધરીએ કુહાડી લઇને ધસી આવ્યો હતો. તેણે સુતેલા દાદાને ઘરના આંગણામાં ખેંચી જઇને કોઇ અગમ્ય કારણોસર કુહાડી વડે ગળાના ભાગે બે જીવલેણ ઘા તથા માથાના પાછળના ભાગે તથા ડાબા હાથે જીવલેણ ઘા મારી લોહીલુહાણ કરી વૃદ્ધની અમાનુષી હત્યા કરી નાંખી હતી.

આ દરમિયાન સ્થળ ઉપર દોડી આવેલા તેમના દીકાર મોહન દાંગજી ચૌધરીને પણ કુહાડીથી માથાના ભાગે ઇજા પહોંચી હતી. બનાવ અંગે વ્યારા પોલીસ મથકે સંદીપ ચૌધીએ ફરિયાદ કરતા વધુ તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.અમીન કરી રહ્યા છે. હત્યારાને ઝબ્બે કરવા તેમજ હત્યાનું કારમ શોધવા પોલીસે મથામણ શરૂ કરી છે.
First published: May 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...