Home /News /south-gujarat /

સાપુતારા બસ અકસ્માત, મૃતક વિદ્યાર્થીઓના પરિવારને 2.50 લાખની સહાયની જાહેરાત

સાપુતારા બસ અકસ્માત, મૃતક વિદ્યાર્થીઓના પરિવારને 2.50 લાખની સહાયની જાહેરાત

ઘટના સ્થળની તસવીર

આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને તમામ મૃતક વિદ્યાર્થીઓના પરિવારને 2.50 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી

    સુરતના અમરોલી અને છાપરાભાઠા વિસ્તારની પ્રાથમિક શાળાના બાળકોના પ્રવાસની બસને સાપુતારામાં અકસ્માત નડ્યો હતો. આશરે 200 ફૂટ ઉંડી ખીણમાં લક્ઝરી બસ ખાબકતા 10 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને તમામ મૃતક વિદ્યાર્થીઓના પરિવારને 2.50 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્તોની સારવાર માટે એક લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

    જસદણ પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયાને વિજય મળ્યા બાદ ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, શનિવારે સાપુતારામાં વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં 10 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ બાળકો હજી પણ વધારે ગંભીર છે. આ ઘટનાને ગંભીરતાથી લઇને બચાવ અને રાહત માટે તંત્રને કામે લગાડ્યું છે. મુખ્યમંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરતા મૃતક વિદ્યાર્થીઓના પરિવારને રૂ.2.50 લાખ આપવાની જાહેરાત કરી હતી. સાથે સાથે સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના બીલ સરકાર ભરશે એવી પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્તોની સારવાર પેટે એક લાખ રૂપિયા આપવાની પણ જાહેર કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, શનિવારે સુરતના અમરોલી વિસ્તારમાં ગુરુકૃપા ખાનગી ટ્યૂશન અને કોચિંગ કલાસ ચલાવતા સંચાલકો દ્વારા અમરોલી અને છાપરભાઠા વિસ્તારના ધો. 1થી 8માં અભ્યાસ કરતા 70થી 75 બાળકોને એક દિવસની ડાંગ જિલ્લાના શબરીધામ, પંપા સરોવર, મહાલ કેમ્પ સાઈટની સહેલગાહ પર આવ્યા હતા.

    આ પણ વાંચોઃ-કોંગ્રેસનું સ્થાન જનતાએ નક્કી કરી લીધું છે, આ કમળની જીત છેઃ CM વિજય રૂપાણી

    સુરતની ખાનગી લકઝરી બસમહાલથી સાંજે 6 વાગ્યાના અરસામાં નીકળી સોનગઢ માર્ગ પરથી સુરત જવા રવાના થઈ હતી. તે વેળા મહાલ-બરડીપાડા વચ્ચે ઘાટમાર્ગ પર આવેલા તીવ્ર વળાંક પર બસચાલક જીતેન્દ્ર મહેતા (સુરત)એ અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડની 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.

    બસ માર્ગ છોડી ખીણમાં પલટી મારી અસંખ્ય ગુલાંટ ખાતા બસના આગળના બે વ્હિલ બસની બોડીમાંથી છૂટા પડી જતા બસનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતના સ્થળે મોબાઈલ નેટવર્ક ન હોવાથી મુશ્કેલી વધી હતી. તે માર્ગથી પસાર થતા અન્ય પ્રવાસીઓએ 108 સહિત વહીવટીતંત્રને યેનકેન રીતે જાણ કરતા આહવા અને તાપી જિલ્લાની 8 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Dang, દક્ષિણ ગુજરાત

    આગામી સમાચાર